જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલી ટ્રક ઝડપી:પાલનપુર એરોમા સર્કલ નજીકથી ટ્રકમાં કતલખાને ધકેલાતાં 20 પશુ બચાવાયાં

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલી ટ્રક ઝડપી પોલીસને સોંપી

પાલનપુર એરોમા સર્કલ નજીકથી પસાર થઇ રહેલી ટ્રક રોકાવી જીવદયાપ્રેમીઓએ 20 પશુઓને કતલખાને જતાં બચાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતાં અજાણ્યા ટ્રક ચાલક સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર અરોમા સર્કલ પાસેથી જીવદયા પ્રેમીયોએ ટ્રક નંબર જી.જે.08.જેડ.9410ને રોકાવી હતી. જેમાંથી ખીચોખીચ હાલતમાં પશુઓ ભરેલા હતા. ટ્રકને પશ્વિમ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા 2 પાડા તેમજ 18 ભેંસો ભરેલી હતી.તેમજ ટ્રકમાં પશુઓ માટે પાણી કે ઘાસચારાની સગવડ કરી ન હતી.

કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી લેવાયા હતા. આ અંગે ડીસાના રમેશભાઇ જેઠવાએ પશ્ચિમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...