પાલનપુરમાં કોરોનાનો કહેર:ડીસામાં 4 થરાદમાં 2 કોરોના પોઝિટિવ, જિલ્લામાં 21 એક્ટિવ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જ્યાં શુક્રવારે દિશામાં ચાર જ્યારે થરાદમાં બે મળી વધુ 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 21 થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દોઢ માસથી કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં શુક્રવારે વધુ 6 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે ડો. જીગ્નેશ કનૈયાણીએ જણાવ્યું હતું કે, આરટીપીસીઆર ટેસ્ટ 2343 અને એન્ટીજન ટેસ્ટ 581 મળી કુલ 2924 સેમ્પલ પૈકી ડીસામાં 4 જ્યારે થરાદમાં 2 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 21 થવા પામી છે. વર્તમાન સમયે ભાભર 1, દાંતીવાડા 2, ડીસા 6, પાલનપુર 2, સુઇગામ 2, થરાદ 6, વડગામ 1 અને વાવ 2 મળી 21 પોઝીટીવ દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે.

પાટણમાં 3, ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકામાં 4-4 કેસ
જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા નવા 11 પાટણ શહેરમાં 3 ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકામાં 4-4 કેસ નોંધાયા હતા. શુક્રવારે નવાં માસનાં આરંભમાં અષાઢી બીજનાં રોજ વધુ 11 કેસ નોંધાયા હતાં. જૂનથી શરૂ ચોથી લહેરમાં મહિનામાં 45 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...