થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી થરાદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બાતમી હકીકત આધારે એક દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું છે. ટ્રેલરમા ચોખાના કટ્ટાઓની આડમાં છુપાવેલી દારૂની 198 પેટી સાથે પોલીસે બે ઈસમોને 31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ ના ખોડા ચેક પોસ્ટ પરથી એક ટ્રેલરમાં ચોખાના કટાની આડમાં દારૂ લઈ ગુજરાતમાં પ્રવેશતા થરાદ પોલીસે કન્ટેનર સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે. જેમાં થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા નાના મોટા વાહનોનું ઝીણવટ ભરી તપાસ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. જેમા થરાદ પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી એક ટ્રેલર ગુજરાતમાં પ્રવેશે તે પહેલા થરાદ ખોડા ચેક પોસ્ટ ઉપર પોલીસે શંકાના આધારે ટ્રેલરની તપાસ કરતા ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની નીચે દારૂની પેટીઓ સંતાડેલી જોતા પોલીસે ડ્રાઇવર તેમજ તેની સાથે બીજા ઈસમ ને થરાદ પોલીસે ઝડપી પાડ્યા હતા. ટ્રેલરમાંથી કુલ દારૂની 198 પેટીમાંથી બોટલો 2856 સહીત કુલ મુદામાલ 31 લાખ 11 હાજર 884 રૂપિયા નો કબજે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.