બાળ લગ્ન અટકાવાયા:181ની ટીમે પોલીસને સાથે રાખી પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન અટકાવ્યા, માતા-પિતાને કાયદાની માહિતી આપી

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને દીકરીઓની ઉંમર 15 અને 17 હતી, લગ્ની કંકોત્રી પણ છપાઇ ગઇ હતી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 181 અભયમ ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા. પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દીકરીઓના ઉંમર 15 અને 17 વર્ષની હતી. જેમની કંકોત્રી પણ છપાઈ હતી. જે બંને દીકરીઓના માતા-પિતાને બાળ લગ્ન કરવા સમજાવવા આવ્યા હતા.

પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 181 અભયમ ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા. બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જોષીને ટેલિફોનિક જાણ કરી મહિલા પોલીસ શિલ્પાબેન પરિવારના ઘરે ગયા હતા. જ્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બંને દીકરીઓની ઉંમર 15 અને 17 હતી. તેમના લગ્ન થોડાક સમય અગાઉ જ લેવાના હતા.

કંકોત્રીઓ પણ છપાવી દેવામાં આવી હતી. જેમને આ બાળ લગ્ન ન કરવા સમજાવતાં બન્ને દીકરીઓના માતા-પિતા સહમત થયા હતા. જેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને તે અંતર્ગત સજાની જોગવાઈઓની પણ માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પાલનપુર તાલુકાના સૂંઢા ગામે 181 અભયમની ટીમ ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે પછી 181 અભયમ ટીમ સ્થાનિક ગઢ પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી કરવા ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...