કાઉન્સિલિંગ:થરાદ પંથકમાં પ્રેમી, પતિ અને પરિવારના ત્રાસથી પરિણીતા આપઘાત કરે તે પહેલાં જ 181 અભયમ ટીમે બચાવી લીધી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પ્રેમી સાથે સંબંધ કાપી નાખતા પ્રેમીએ ફોટા એડિટ કરી વાયરલ કર્યા હતા

થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાને પોતાની ભૂલ સમજાતા ગામના યુવક સાથે પ્રેમસંબંધ કાપી નાખ્યો હતો. જોકે, આ શખ્સે બદલો લેવા તેણીનો ગામના જ એક અન્ય યુવક સાથે નો ફોટો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પરિણીતાનો પતિ તેમજ પરિવારજનો માનસિક ત્રાસ આપતા હોઇ તેણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, એ પહેલા બનાસકાંઠા 181 અભયમની મદદ લેતા પરિણીતાને બચાવી લેવાઈ હતી

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સિલર કોમલબેન પ્રણામીએ જણાવ્યું હતું કે, યુવતી ને પાંચ વર્ષ અગાઉ ગામના જ યુવક સાથે સોશિયલ મીડિયા થકી પ્રેમ થઈ જતાં આ વાતની તેના પતિને જાણ થતાં પોતાની ભૂલ સમજાતા પરિણીતાએ યુવક સાથેનો સંબંધ કાપી નાખતા શખ્સે બદલો લેવા પરિણીતાના અન્ય યુવક સાથેના ફોટા એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં તેનો પતિ તેમજ પરિવાર અને સગા સબંધીઓ પરિણીતાને માનસિક ત્રાસ આપતાં હતાશ થઈ ગયેલી યુછતીએ આપઘાત કરવાનું વિચારી લીધું હતું.

જોકે, આખરી મદદ માટે યુ - ટ્યુબ સર્ચ કરતાં 181 અભયમ ઉપર કોલ કર્યો હતો. આથી મહિલા પોલીસ મમતાબેન સાથે યુવતીના ઘરે ગયા હતા. જ્યાં તેના પતિ- પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી ખોટી રીતે હેરાન ન કરવા સમજાવ્યા હતા. આમ પરણિતાને 181 અભ્યમ દ્વારા સમયસર મદદ મળતા આપઘાત કરતાં બચી ગઇ હતી.

પરિણીતા સારા કપડાં પહેરે તો ત્રાસ અપાતો હતો
પ્રેમીએ બદલો લેવા યુવક સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા બધાએ તે સાચા માન્યા હતા. કે પછી પરિણીતા પ્રસંગમાં જવા સારા કપડાં પહેરે તો પણ તું કોના માટે તૈયાર થાય છે તેમ કહી માનસિક ત્રાસ અપાતો

સોશિયલ મીડિયા ઉપર બધું સાચું નથી હોતું એમ કહી 181 એ પરિવારજનોને સમજાવ્યા
181 અભયમના કાઉન્સિલર કોમલબેન પ્રણામીએ પરિણીતાના પરિવારજનો પાસે તેણીના અન્ય યુવક સાથેના અસલી ફોટા અંગે પૃચ્છા કરી હતી. જોકે, કોઈની પાસે તે ફોટા હતા નહીં. આથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એના ઉપર આવતી બધી માહિતી સાચી નથી હોતી તેવું કહી પરિવારજનોને સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...