ચોરી:ખીમાણામાં મકાનની બારી તોડી રૂ.1.80 લાખની ચોરી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિહોરી પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયો

કાંકરેજના ખીમાણામાં રહેણાંક મકાનના લોખંડની મકાનના કબાટમાં પડેલ તેમજ સોના દાગીનાની ચોરી કરી રૂ.1,80 લાખની ચોરી કરી પલાયન થઈ જતા શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કાંકરેજના ખીમાણા ગામના રમેશભાઈ મોતીભાઈ દેસાઈની માતાના પગે ફેક્ચર થયું હોવાથી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા

જેથી તેઓ હોસ્પિટલમાં હાજર હતા. દરમિયાન 29 જૂનના દરમિયાન સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પત્ની રમીલાનો ફોન આવ્યો કે કોઈ અજાણ્યો ચોર મકાનની પાછળના ભાગે આવેલ લગાવેલ લોખંડની બારી તોડી મકાનમાં ઘુસી લાકડાના કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ. એક લાખ તેમજ સોનાની ચાર વીંટી, સોનાની ચેન,સોનાનું મંગળસૂત્ર તેમજ ચાંદીની ચુડ નંગ બે રૂ. 80,000 એમ મળી કુલ રૂ.1,80 લાખની ચોરી કરી પલાયન થઈ જતા રમેશભાઈ મોતીભાઈ દેસાઈએ શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...