દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે:પાલનપુર ફૂડ સેફટી વિભાગે લીધેલા 18 સેમ્પલ ફેલ, ખાદ્યપદાર્થો ખાવાલાયક ન હતા

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમપુર, શિહોરી, ભીલડી, દાંતા, ધાનેરા, અમીરગઢ, થરાદ, ડીસામાં ફૂડના સેમ્પલ લેવાયા હતા
  • માવો, ગોળ, ચોકલેટ, સોયાબીન તેલ, અને ગોટાનો લોટના સેમ્પલ લેબમાં ફેલ થયા

ફૂડ સેફટી વિભાગ દ્વારા વિરમપુર, શિહોરી,ભીલડી, દાંતા, ધાનેરા, અમીરગઢ થરાદ, ડીસાની વેપારી પેઢીઓમાંથી માવો, મકાઈ પૌવા, દેશી ગોળ, ચિંગમ, ચોકલેટ, કાળુ નમક, સોયાબીન તેલ, અને ગોટાનો લોટના સેમ્પલ લેવાયા હતા જે 18 સેમ્પલ લેબમાં નાપાસ થયા હતા.

પાલનપુર ફૂડ સેફટી વિભાગની કચેરી દ્વારા થોડા મહિનાઓ પૂર્વે જુદા જુદા તાલુકામાં આવેલા સેન્ટરની કિરાણા સ્ટોર પાર્લર સુપર માર્કેટ સહિતના વેપારી એકમો માંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. તે પૈકી જે સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા છે તેવા વેપારી એકમો સામે હવે દંડાત્મક કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે લેબમાંથી પરીક્ષણ થઈને આવેલા સેમ્પલ અંગે કોઈને નારાજગી હોય તો અપીલમાં જવા તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં કેટલાક વેપારી એકમો અપીલમાં પણ ગયા છે." જેમાં અમીરગઢના વિરમપુર ગામમાં માલાભાઈ ધર્માભાઈ ડામોરના ત્યાંથી મોળો માવો લેવાયો હતો જે સબસ્ટાન્ડર્ડ આવ્યો, થરાના પવન મોલમાંથી લેવાયેલું મકાઈ પૌવાનું સેમ્પલ મિસ બ્રાન્ડ આવ્યું, દાંતાના ફેરસુખ સુપર મોલમાંથી લેવાયેલું રસ મલાઈ ગોલ્ડ દેશી ગોળનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યું.

કાણોદરની મિલ્ક કેર ડેરીમાંથી લેવાયેલું ઘી સબ સ્ટાન્ડર્ડ આવ્યું. અમીરગઢની મહાકાળી કરિયાણા સ્ટોરમાંથી લેવાયેલું ઘી પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યું. જ્યારે દિયોદરની ભાવેશ ટ્રેડર્સમાંથી લેવાયેલું સોનેરી કાઉ પ્યોર ઘી ટાગોર બ્રાન્ડ રિફાઇન્ડ સોયા ઓઇલ પણ સબ સ્ટાન્ડર્ડ આવ્યું હતું. જ્યારે થરાદની શ્રીસુંધામાં કરિયાણા સ્ટોર્સમાંથી લેવાયેલું સુપ્રીમ ગોલ્ડ ડાકોરી ગોટા લોટનું સેમ્પલ નાપાસ આવ્યું હતું.

4 પેઢીના કાળા નમકના સેમ્પલ ફેઇલ
શિહોરીની સર્વોદય કિરાણા સ્ટોર, ભીલડીના મધુર મોલ, દાંતા ના ફેરસુખ સુપર મોલ અને અમીરગઢની અંબિકા સુપર માર્કેટમાંથી બ્લેક સોલ્ટના સેમ્પલ લેવાયા હતા જે સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.

ચિંગમ અને ચોકલેટ ખાવા લાયક ન નીકળ્યા
ધાનેરા ની ભારત ટ્રેડર્સ માંથી મીન્ટ ફ્રેશ લિક્વિડ ચિંગમ, અંબર બ્રાન્ડ ક્રીમ ટ્રોફી(સબસ્ટાન્ડર્ડ) અને એસઆર 25 બ્રાન્ડ ચોકલેટ (મિસબ્રાન્ડ) આવ્યા હતા. જ્યારે વડગામના મજાદરની ફેરોલી ફૂડ પ્રોડક્ટ પાન ફ્લેવર કેન્ડી ચોકલેટ(મિસબ્રાન્ડ), ડીસાની ગજાનંદ કન્ફેસ્ટ્રી વર્કસ લેવાયેલુ પીન્ટુ મેંગો લાઈટ ફ્લેવર કેન્ડી ચોકલેટનું સેમ્પલ મિસ બ્રાન્ડ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...