સંમેલન:ભાભર ખાતે રાજ્યની 1700 ગૌશાળા અને પાંજરપોળના સંચાલકો એકઠા થયા, સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ માટે રાજ્ય સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન ચૂકવાતા રોષ

રાજ્ય સરકાર દ્વારા ગૌ શાળા અને પાંજરાપોળના નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડની સહાયની જાહેરાત કરાયા બાદ સહાય ન ફાળવતા પાંજરાપોળ ગૌશાળા સંચાલકો સહીત ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભુક્યો છૅ આજે બનાસકાંઠાના ભાભર ખાતે સમગ્ર ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો,સાધુ સંતો -મહંતો સહીત ગૌપ્રેમીઓએ એકત્રિત થઈ 7 દિવસમાં જો સરકાર સહાય નહિ આપે તો ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિ બાદ કથળેલી ગૌ શાળાઓ અને પાંજરાપોળોની સ્થિતિને થાળે પાડવા ગુજરાતની ગૌ શાળા અને પાંજરાપોળઓના નિભાવ માટે રૂ.500 કરોડની સહાય માટે જાહેરાત કરાઈ હતી. જો કે સહાય જાહેર કરાયાને મહિનાઓ વીતી જવા છતાં સરકાર દ્વારા સહાય ગૌ શાળા કે પાંજરાપોલોના ખાતામાં ન ચુકવતા ગૌશાળા અને પાંજરાપોળોનો નિભાવ કરવો કઠિન બનતા ગૌ શાળા પાંજરાપોલો સહીત ગૌ ભક્તોમાં ભારે રોષ છૅ. જો કે આ સહાય ની જાહેરાત બાદ અનેકવાર ગૌપ્રેમીઓ દ્વારા સહાય ચૂકવવા સરકારને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે આજે ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સહિત સાધુસંતો અને ગૌસેવકો ભાભરની હરિધામ ગૌશાળામાં ગૌમાતા અધિકાર સંમેલનમાં એકત્રિત થયા હતા અને આંદોલનના માર્ગે વળવા રણનીતિ તૈયાર કરી છે.

મહત્વની વાત છે કે ગૌભક્તો દ્વારા અવરનવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ગૌ ભક્તો સહીત સંતો મહંતોનું આજે ભાભર હરિધામ ગૌશાળા ખાતે ગૌ માતા અધિકાર સંમેલન યોજાયું. જે સંમેલનમાં એક સંત સહીત એક ગૌ ભકતે જ્યાં સુધી સહાય નહીં ફાળવાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તો સાથે સાથે એકઠા થયેલા સંતો મહંતો સહીત ગૌ ભક્તોએ સામુહિક સંકલ્પ કરીને નિર્ણય કર્યો કે જો 7 દિવસમાં સરકાર દ્વારા આ સહાયનો જી આર કરી સહાય નહીં ચૂકવાય તો 7 દિવસ બાદ તમામ ગૌ ભક્તો સહીત સંતો મહંતો ચૂંટણીનો બહિષ્કાર કરી,ગાંધીનગર જઈ ગૌશાળાની ચાવીઓ સરકારને સોંપી અનસન ઉપર ઉતારશે અને તમામ ગૌ વંશોને સરકારી કચેરીઓમાં છોડી દેવા સહીતની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...