પાલનપુરના ચકચારી જુનાગંજ રાધણગેસ સિલિન્ડરના રિફલિંગ કૌભાંડનું પગેરું શોધવા 16 પુરવઠા મામલદારને તપાસ સોંપવામાં આવી છે.બનાસકાંઠાની તમામ 56 ખાનગી ગેસ એજન્સીઓના પુરવઠા મામલતદાર અને મામતદારની ટીમ દ્વારા સ્ટોકની તપાસ કરાશે, પાલનપુરના જુના ગંજ બજારમાં આવેલા એક એકમમાંથી તંત્રની આંખમાં ધૂળ નાખીને ઘરેલુ રાંધણગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડર માં ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પુરવઠા વિભાગે હવે ઘરેલુ ગેસનો જથ્થો ક્યાંથી લવાયો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો આપતા પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી નું નિવેદન લેવાયું છે તેમાં કોઇપણ પ્રકારની વિગતો જણાવવામાં આવી નથી કે રાધણ ગેસ સિલિન્ડર ક્યાંથી લાવવામાં આવ્યા હતા જેને લઇ બનાસકાંઠા જિલ્લાના 16 મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા સ્ટાફને સમગ્ર જિલ્લામાં આવેલી તમામ 56 ખાનગી ગેસ એજન્સીઓના સ્ટોકનું ક્રોસ વેરીફીકેશન કરી સમગ્ર અહેવાલ મોકલી આપવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ અગાઉ મળેલી બેઠકમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ ગંભીર મામલામાં ઘરેલુ સિલિન્ડરનું સ્ટોક ચકાસણી કરવાનું જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.