કાર્યવાહી:ઘીમાં મિલાવટ કરતી 4 પેઢીને 16 લાખનો દંડ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ અગાઉ પાલનપુરમાં ઘીની ફેકટરી પર દરોડો પાડયો હતો, માલિકને 10 લાખનો દંડ

પાલનપુરમાં અધિક કલેકટરે ઘીમાં મિલાવટ કરતી પાલનપુર ચંડીસર દસક્રોઈ અને વારાહીની પેઢીઓને 16 લાખનો દંડ કર્યો છે. જેમાં હિતેશ મોદીને 10 લાખનો દંડ કરાયો છે. 2 વર્ષ અગાઉ ઘીની ફેકટરી પર દરોડો પાડી કાર્યવાહી કરાઈ હતી. ચંડીસરની સવાઈ મિલ્ક પ્રોડકટને 3 લાખનો દંડ કરાયો છે. જેમાં ગાયના ઘીમા વેજીટેબલ ફેટની મિલાવટ સામે આવી હતી. જેમાં ઘી વેચનાર થરાદની પેઢીને 25 હજાર દંડ કરાયો છે. વારાહીની ઓઇલમિલનું સોયાબીન તેલ ખાવા લાયક ન નીકળતા મિલ માલિકને 1લાખ થયો છે.

જેમાં વેચનાર અન્યોને 60 હજારનો દંડ કરાયો છે. જ્યારે ગાયના ઘીમાં વેજીટેબલ ઓઈલ નાખતા બાકરોલ દસક્રોઈ અમદાવાદની પેઢીને 1 લાખ જ્યારે વેપારીઓને 50 હજારનો દંડ કર્યો છે. ફૂડ સેફ્ટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "પાલનપુરમાં ડિસે. 2020માં ડેરી રોડ પરની ગજાનંદ માર્કેટમાં આવેલી ધાન્વી એન્ટરપ્રાઈઝમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી ઘીની ફેકટરી ઝડપી હતી.

જે વખતે પેઢી માલિક હિતેશભાઈ ગો૨ધનદાસ મોદી પાસેથી " Ghee (Loose) નો જથ્થો જપ્ત કરી લેબમાં મોકલતા તેમાં Determination of adulteration of vegetable Oil in Ghee (Clarified Milk fat) જે Absent ના બદલે Positive જોવા મળ્યું હતું." જેથી ડીસે. 2021માં અધિક કલેકટર એ.ટી.પટેલની કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા એ.ટી.પટેલએ ઘીમાં ભેળસેળ માટે કુખ્યાત હિતેશ મોદીને 10 લાખનો દંડ કરતા ભેળસેળ કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

વારાહીની ઓઇલમિલને 1લાખ, વેચનાર અન્યોને 60 હજારનો દંડ
ફૂડ સેફ્ટી ટીમે જૂન 2020માં થરામાં હિતેષકુમાર જયરામભાઈ મહેશ્વરીની સુરજ ટ્રેડીંગ કંપનીમાંથી રિફાઈન્ડ સોયાબીન ઓઈલ 15 લીટરનું ટીન લેબમાં મોકલતા સબસ્ટાન્ડર્ડ આવ્યુ હતું જેથી હિતેશ મહેશ્વરીને 20 હજાર રામસંગભાઈ ભાણજીભાઈ જોષી (વિતરક મે. ન્યુ દેવાંશ ટ્રેડીંગ કંપની, થરાને 40 હજાર અને રમેશભાઈ મેહુલ ભાઈ આયર (ઉત્પાદક પેઢીના માલિક મે. મુરલીધર ટ્રેડીંગ કંપની, શાંતિનાથ કોમ્પલેક્ષ, વારાહી, જિ.પાટણને 1 લાખ દંડ કરવામાં આવ્યો છે.

ગાયના ઘીમાં વેજીટેબલ ઓઈલ આવતા 1.50 લાખનો દંડ
ફૂડ સેફ્ટી વિભાગે પાલનપુરના પ્રિયા માર્કેટિંગ જુનાગંજમાંથીGopi Shree cows pure Ghee pack 200ml Jar "નું સેમ્પલ લીધું હતું જે પરીક્ષણમાં Determination of adulteration of vegetable Oil in Ghee (Clarified Milk fat) જે Absent ના બદલે Positive જોવા મળ્યું હતું. જેથી સેમ્પલ આપનાર પેઢી માલિક મહેન્દ્રકુમાર શંકરલાલ ઠકકરને 10 હજાર, મોહંમદ ઈકબાલ ઈબ્રાહીમભાઈ શેઠ (સપ્લાયરને) 20 હજાર, અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર (સપ્લાયરને) 20, હજાર અને વિક્રાંતભાઈ કનુભાઈ શાહ (ઉત્પાદક પેઢીના માલીક)ને એક લાખનો દંડ કરવામાં આવ્યો છે.

ચંડીસરની સવાઈ મિલ્કને 3 લાખનો દંડ
પાલનપુર ફૂડ વિભાગની કચેરીના સ્ટાફે થરાદમાં અલ્તાફહુસેન રસુલભાઈ મેમણની પ્રોવિઝન સ્ટોર્સમાંથી જૂન 2020માં Health Premium Cow's Pure Ghee from 5 lit. pack ' નો નમુનો લીધો હતો જે સબ સ્ટાન્ડર્ડ આવતા અલ્તાફહુસેન ૨સુલભાઈ મેમણ પેઢીના માલિકને રૂા.25 હજાર અને કાનુડાવાલા જગદીશભાઈ બાબુલાલ (સવાઈ મિલ્ક પ્રોટીન્સ, પ્લોટ નં.195, ચંડીસર, જી.આઈ.ડી.સી.પાલનપુર. ઉત્પાદક પેઢીના માલિક)ને 3 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...