લમ્પી રોગનો ભરડો:બનાસકાંઠામાં લમ્પીથી 14 પશુના મોત, વધુ 506 પશુઓ અસરગ્રસ્ત

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ જિલ્લામાં લમ્પીથી બે ગૌવંશના મોત

બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થતાં રવિવારે વધુ 931 ગામમાં કુલ. 34790 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 14 ગાયોના મોત નિપજ્યા હતા.જ્યાં દાંતા 60, અમીરગઢ 40, પાલનપુર 109, વડગામ 98, દાંતીવાડા 51, ડીસા 93, કાંકરેજ 66, વાવ 67, થરાદ 91, ભાભર 44, દિયોદર 56, ધાનેરા 60, સુઈગામ 35 અને લાખણીમાં 61 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ. 34790 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 14 ગાયોના મોત સાથે કુલ.776 ગાયો મોતને ભેટી હતી.

જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાલમાં સર્વે કરી તાલુકાના ગામમાં સારવાર આપી કુલ.27,203 પશુઓ રિકવર થયા છે.બનાસકાંઠાના નવા 8 ગામમાં લમ્પી પ્રસર્યો હતો.જ્યારે વધુ 506 પશુ અસરગ્રસ્ત થયા હતા.પશુપાલન વિભાગ દ્વારા રવિવારે એકપણ પશુને રસી આપવામાં આવી ન હતી.હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 6811 પર પહોંચી છે.

પાટણ જિલ્લામાં રોગચાળા થી 449 ગામો અસરગ્રસ્ત થયા છે જેમાં 6699 પશુઓ વાયરસની લપેટમાં આવ્યા છે જેમાં 215 ગૌવંશના મોત થઈ ગયા છે 4498 પશુઓ સાજા થયા છે જ્યારે હાલમાં 1,986 ગૌવંશ રોગચાળાના કારણે બીમાર હાલતમાં છે રવિવારે બે પશુઓના મોત થયા હતા અને નવા 80 ગૌવંશ રોગચાળામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...