ગુજરાત વિધાનસભા-2022:બનાસકાંઠાની 9 બેઠકો પર 133 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, ફોર્મની ચકાસણી અને પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તારીખ 5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. બીજા તબક્કામાં યોજાનાર બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો માટે ઉમેદવારી ભરવાની આજે છેલ્લો દિવસ હતો જેમાં જિલ્લામાં તમામ નવ વિધાનસભા બેઠકો માટે કુલ 133 ઉમેદવારો એ 193 ફોર્મ ભર્યા છે.

બનાસકાંઠા જિલ્લાની કુલ 9 વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા ની વિગત જોઈએ તો 07-વાવમાં 15, 8-થરાદમાં 25, 9-ધાનેરામાં 27, 10-દાંતામાં 12, 11-વડગામમાં 21, 12-પાલનપુરમાં 30, 13-ડીસામાં 24, 14-દિયોદરમાં 19 અને 15-કાંકરેજ 20 સહીત કુલ 133 ઉમેદવારો એ 193 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...