સિવિક એકશન પ્રોગ્રામ:દાંતીવાડા BSFની 123 બટાલિયન દ્વારા સુઈગામ ખાતે વોલીબોન ટુર્નામેન્ટ યોજાઈ

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ 123 બટાલિયન દ્વારા ઓપ્સ બેઝ સૂઇગામ ખાતે સીવીક એક્શન પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારમાં રહેતા લોકો અને યુવાનોને રમત પ્રત્યે જાગૃકતા આવે એ હેતુસર 12 મી માર્ચથી 15 માર્ચ દરમિયાન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સૂઇગામ, અસારાવાસ, અસારાગામ, કુંડળીયા, વાવ અને માવસરી ગામની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા 15 માર્ચના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સૂઈગામ અને અસારાગામ વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં અસારાગામની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટ્રોફી અને રૂ. 6,000 રોકડ પુરસ્કાર તેમજ રનર અપ ટીમ સુઇગામને રૂ. 4,000 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે ભાગ લેનાર તમામ 6 ટીમોને ગુરિન્દર સિંઘ, કમાન્ડન્ટ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા વોલીબોલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક પ્રદર્શની મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટીમ 123 બટાલિયન અને ટીમ સરદાર કૃષિનગર કૃષિયુનિવર્સિટીની વોલીબોલ ટીમ વચ્ચે પ્રદર્શન મેચ યોજાઈ હતી. જેમાં ટીમ 123 બટાલિયનનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...