નિવૃત્તિના દિવસે જ પ્રમોશન:બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને એક દિવસના જ મામલતદાર બનાવ્યા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને પ્રમોશન આપી મામલતદાર બનાવ્યા છે જોકે આશ્ચર્યની વાત એ છેકે પ્રમોશનમાં 4 નાયબ મામલતદાર એવા છે જેઓ નિવૃત્તિના દિવસે જ પ્રમોશન મળ્યું છે. સરકારએ નિવૃત્તિના આગલા દિવસે કદર કરતા તેમણે સનમાન ભેર વિદાય અપાઇ છે એમ કહી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને પ્રમોશન
બનાસકાંઠા મહેકમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે બુધવારે સાંજે નાયબ મામલતદાર માંથી મામલતદારમાં પ્રમોશન આપ્યા તે પૈકી બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને પ્રમોશન મળ્યું. જે પૈકી 4 આજે સાંજેજ નિવૃત્ત થાય છે. જેમાં એચ.વી. પ્રજાપતિ, (જન સંપર્ક અધિકારી, નર્મદા ) જે.એમ.પરમાર (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, સાબરકાંઠા) આઈ.એમ.પટેલ (મામલતદાર, સૂઇગામ)એ.સી.સુથાર (જન સંપર્ક અધિકારી, પંચમહાલ)નો સમાવેશ થાય છે.

નાયબ મામલતદારોને મામલતદાર બનાવાયા
​​​​​​​
આ ઉપરાંત જિલ્લાના જે અન્ય નાયબ મામલતદારોને મામલતદાર બનાવાયા છે તેમાં બી.પી.કાનાબાર ( મામલતદાર પ્રોટોકોલ, કલેકટર કચેરી, નર્મદા) એચ.કે.પ્રજાપતિ, (મામલતદાર, કલેકટર કચેરી, મહીસાગર)આર.આર.ચૌધરી (મામલતદાર, લખપત) આર.એમ.પ્રજાપતિ, (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, કચ્છ) એમ.એમ.પ્રજાપતિ (મામલતદાર, માંડવી) એ.એમ.પ્રજાપતિ (મામલતદાર ચુંટણી, કલેકટર કચેરી, છોટાઉદેપુર) અને જે.એચ.પાણ, (મામલતદાર ભચાઉ)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...