અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા નજીકથી બનાસકાંઠા એલસીબીની ટીમે જુગાર રમતાં પાલનપુરના 10 શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 68,500નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એલસીબીની ટીમે અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામના વ્હોળામાં ઓચિંતો છાપો માર્યો હતો.
જ્યાં જુગાર રમતાં પાલનપુર રબારીવાસનો પ્રવિણકુમાર તેજાભાઇ દેસાઇ, મફતપુરાનો હરેશકુમાર ઉર્ફે જીગો દલાભાઇ પરમાર, કંથેરીયા હનુમાન વિસ્તારનો કાંતિભાઇ અમરાભાઇ ચૌહાણ, શાંતિનગરનો દિનેશભાઇ અમરતભાઇ પરમાર, વિરબાઇગેટનો ભરતભાઇ પોપટભાઇ ઓડ ઠાકોર, બહાદુરગંજનો પરવેજખાન ઉસ્માનખાન પઠાણ, સલેમપુરા દરવાજાનો કમલેશભાઇ ગોદડભાઇ સોલંકી, મફતપુરાનો અયુબખાન જાફરખાન પઠાણ, ફિરોજખાન ઇસ્માઇલખાન પઠાણ અને ખારાવાસના રઇસખાન ફરીદમીયા શેખને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા 32,000, રૂપિયા 36,500ના મોબાઇલ ફોન નંગ 8 મળી કુલ રૂપિયા 68,500નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.