કોરોના અપડેટ:બનાસકાંઠામાં કોરોનાના 10 કેસ નોંધાયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જીલ્લામાં બુધવારે 10 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુર 4, થરાદ 2, કાંકરેજ 2, ધાનેરા 1 અને ભાભરમાં 1 કેસો નવા આવ્યા હતા. દરમિયાન એકટિવ કેસોની સંખ્યા 31 થઇ છે.જિલ્લામાં ફરી વધી રહેલા કોરોનાના કેસોને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. આ અંગે ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું કે, બુધવારે આરટીપીસીઆર 1967, એન્ટીજન 636 મળી કુલ 2603 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી પાલનપુર 4, થરાદ 2, કાંકરેજ 2, ધાનેરા 1 અને ભાભરમાં 1 કેસો નવા આવ્યા હતા. દરમિયાન એકટિવ કેસોની સંખ્યા 31 થઇ છે. 5 દર્દીઓએ કોરોને હરાવી સ્વસ્થ થયા હતા. એકટિવ કેસોમાં અમીરગઢ 1, ભાભર 2, દાંતીવાડા 1, ડીસા 4, ધાનેરા 2, કાંકરેજ 3, લાખણી 1, પાલનપુર 9, સુઇગામ 2, થરાદ 2, વડગામ 1 અને વાવમાં 3 કેસોનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લામાં 63 કેસ નોંધાયા
મહેસાણા| મહેસાણા જિલ્લામાં બુધવારે કોરોનાની ચોથી લહેરના સૌથી વધુ 63 કેસ સામે આવતાં એક્ટીવ કેસ પણ 150 ને પાર પહોંચી 155 થયા છે. ચોથી લહેર શરૂ થયાના 43 દિવસમાં 417 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેની સામે 262 સંક્રમિતો સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.જ્યારે પાટણ જિલ્લામાં 19 કેસ નોધાયા છે અને સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...