ફરિયાદ:પાલનપુરના વ્યાજખોરે 1 લાખની સામે રૂ. 3.30 લાખ વસુલી પઠાણી ઉઘરાણી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડગામના ઘોડીયાલના યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

વડગામના ઘોડીયાલના યુવકે તેમની બહેનના જીયારા પ્રસંગે પાલનપુરની હોટલના માલિક પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોરે રૂ. 3.30 લાખ વસુલી ચેક બાઉન્સ કરાવી ઉઘરાણી કરી હતી.

ઘોડીયાલ ગામના વિજયભાઈ બળવંતભાઈ પરમારે વર્ષ 2017માં તેમની બહેનના જીયારાના આણા પ્રસંગે તેમના મિત્ર પાલનપુર લીલીવાડી હોટલના માલિક મહેન્દ્રભાઈ જોઈતારામ વરવાડીયા પાસે 10 ટકાના દરે 1 લાખ વ્યાજે લીધા હતા.

જેની સામે રૂp 3.30 લાખ ભર્યા હતા. તેમ છતાં કેસ કર્યો હતો. જ્યારે તેમના ભાગીદાર દિલીપ પરષોત્તમભાઈ કરપટીયાએ અપશબ્દો બોલી ધમકી આપી હતી. વિજયભાઈએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...