કોરોનાનો ફરી પગ પેસારો:બનાસકાંઠાના ડીસામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લામાં કુલ 6 એક્ટિવ કેસ

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ધીમે-ધીમે કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જોકે જિલ્લામાં કુલ 6 કોરોના પોઝિટીવના એક્ટિવ કેસ છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2 હજાર 86 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

કુલ 2 હજાર 86 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 6 છે. આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 1 હજાર 335 ANTIGEN 751 એમ કુલ 2 હજાર 86 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ડીસામાં 1 કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...