શ્રધ્ધાભેર ઉજવણી:લાખણીમાં પૂનમના દિવસે ધંધા-રોજગાર બંધ રાખવાની પરંપરા

લાખણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનોના ચાલકો પૂનમના દિવસે ઈમરજન્સી સિવાય વર્ધી પણ લેતા નથી

લાખણીમાં પૂનમના દિવસે વેપાર ધંધા બંધ રાખવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. આ દિવસે વેપારીઓ સહિત ગ્રામજનો બંધ પાડી હિંગળાજ માતાની પૂજા-અર્ચના કરે છે.

લાખણીમાં પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યાં વેપારીઓ તથા ગ્રામજનો વેપાર બંધ રાખે છે. આ અંગે ડી. એમ. પરમારે જણાવ્યું કે, વર્ષોથી આવતી પરંપરા મુજબ વેપારીઓ દર પૂનમે પોતાની દુકાનો બંધ રાખે છે. અને હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે.

આ દિવસે માત્ર હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવે છે. દરમિયાન વર્તમાન સમયે પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે બજારમાં અનેક જગ્યાએ બે દુકાનો વચ્ચે રસ્તા ઉપર નેટ બાંધીને વેપારીઓ દ્વારા છાયડો પણ કરવામાં આવ્યો છે.

લાખણીમાં વાહન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા યુવકો પૂનમના દિવસે ગાડી ઘરની બહાર કાઢતા નથી. કોઈ દવાખાનાનો કે ગંભીર કેસ હોય તેને બાદ કરતાં દિવસ ભાડાથી ક્યાંય વર્ધી લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...