ચકચાર:કુવાણાના શખ્સે વિધવાની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી

લાખણી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખણીમાં દીવાલ કૂદીને ઘરમાં ઘૂસેલા શખ્સે વિધવાનો હાથ પકડ્યો

લાખણીમાં રહેતી એક વિધવા મહિલાના ઘરમાં દીવાલ કૂદીને ઘુસી આવીને કુવાણા ગામના એક લંપટ દ્વારા તેણીનો હાથ પકડી ઈજ્જત લેવાની કોશિશ કરાઇ હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લાખણીમાં એક વિધવા મહિલા પોતાની પુત્રી સાથે રહે છે. તેણીનો પતિ પાંચ વર્ષ પહેલાં અવસાન પામેલ છે. અને પુત્ર નથી. તેણી મંગળવારે રાત્રિના સુમારે પોતાના ઘરમાં સુતેલી હતી. આ વખતે સાડા બાર વાગ્યાના સુમારે દિનેશભાઈ ઓખાભાઈ માજીરાણા (રહે.કુવાણા,તા.લાખણી) દીવાલ કૂદીને તેણીના ઘરમાં આવ્યો હતો. અને હાથ પકડી બદકામ કરવા માટે એક બાજુ આવવાનું કહેતા તેણીએ બુમો પાડી હતી. આથી તેણીની પુત્રી અને મળવા આવેલો નણંદનો પુત્ર જાગી જતાં લંપટ દિનેશભાઈ ઓખાભાઈ માજીરાણા નાસી છુટયો હતો.

અને જતાં જતાં થાણામાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો ગયો હતો. આથી તેની ગભરાઈ ગઈ હતી. પરંતુ હજુ પણ વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હોઇ આખરે આ અંગે તેણીએ આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દિનેશભાઈ તેણીના ઘરથી ભાગવા જતાં તેનું ચૂંટણીકાર્ડ પણ તેણીના ઘરે પડી ગયું હતું. જે પોલીસને સોંપવામાં આવ્યું હતું. આ બનાવને લઇને ફીટકારની લાગણી પ્રસરવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...