લાખણીના ડોડાણા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન બનવાનોઇરાદો ધરાવતા ગામના એક વ્યક્તિએ આગથળા પોલીસ મથકમાં મંડળીનો બનાવટી લેટરપેડ તેમજ સિક્કાઓ બનાવી પોલીસ પ્રોટેકશનની માંગણી કરી હતી. મંત્રીએ આરટીઆઇ દ્વારા તેનો પર્દાફાશ કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાખણીના ડોડાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખરાબ દૂધ ભરાવવા બાબતેના પ્રશ્નો ઉપસ્થિત થતાં એક વર્ષ પહેલાં બંધ હાલતમાં હતી. આથી ડેરીનો વહીવટ મેળવી લેવા માટે ગામના કલ્યાણભાઈ વેલાભાઈ રબારી ગામ લોકોને ગેરમાર્ગે દોરી પોતાને ચેરમેન બનાવવા માટે ઉશ્કેરી બે જૂન 2020 ના રોજ બનાસડેરીના હોદ્દેદારોને ગામમાં બોલાવી ડેરી તેને ચાલુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે ડેરી બંધ રહેવાથી ગામના માણસોને દુધ ભરાવવામાં તકલીફ પડતી હોવાથી દુધ મંડળીના મંત્રી ડાયાભાઈ માધાભાઈ રબારીએ જુના હોદ્દેદારોએ ડેરી ફરીથી ચાલુ કરવાનું નક્કી કરી પાલનપુર કાર્યાલયના આદેશ મુજબ ફરીથી મંડળી ચાલુ કરવાની મંજૂરી મળતાં જુના હોદ્દેદારો દ્વારા 20 જૂનના રોજ મંડળી ચાલુ કરવામાં આવી હતી.
પરંતુ ચેરમેનનો હોદ્દો મેળવી લેવા માંગતા કલ્યાણભાઈ રબારી ડેરીના વહીવટમાં નાના-મોટા પ્રશ્નો ઉપસ્થિત કરી ડેરી ફરીથી 17 જુલાઈના રોજ બંધ કરાવી દીધી હતી. અને ચેરમેનનો હોદ્દો મેળવી લેવાના પ્રયત્નો ચાલુ રાખતા કલ્યાણભાઈ રબારી ડેરીનો સંપુર્ણ વહીવટી તેમજ દસ્તાવેજી કબજો મેળવી લેવા માટે પોલીસ પ્રોટેક્શન મેળવવાનું નક્કી કરી ડેરીના મંત્રી અને ચેરમેનના હોદ્દાવાળો ખોટો રબર સ્ટેમ્પ બનાવી ડોડાણા દુધ ઉત્પાદક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન વાળું લેટરપેડ ર જૂ કરી છેતરપિંડી જણાતાં તેની કાયદેસર થવા માટે મંત્રીએ અરજી કરી હતી. આ અંગે પોલીસે કલ્યાણભાઈ વેલાભાઈ રબારી સામે આઇપીસી કલમ 406 465 468471 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.