ભરણપોષણ ચૂકવવાનું બાકી:લાખણીમાં પત્નીને ભરણપોષણ ચૂકવવામાં વિલંબ કરનારા પતિને પોણા બે વર્ષની કેદ

લાખણી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 61 માસની ભરણપોષણની રકમ રૂ.1,22,000 ચૂકવવાની બાકી

લાખણીમાં પતિએ પોતાની પત્નીને ભરણપોષણ ચૂકવવામાં વિલંબ કરતા મહિલાએ માંગેલી દાદાના અનુસંધાને લાખણી કોર્ટ દ્વારા પતિને એક વર્ષ અને આઠ માસની સજાનો હુકમ કરાયો હતો. આ અંગેની વિગતો મુજબ લાખણીની એક મહિલાને તેના પતિએ લાંબા સમયથી ભરણપોષણ નહીં ચુકવતા તેની દ્વારા લાખણી કોર્ટમાં ક્રિમીનલ પરચૂરણ અરજી નં.01/2020 દાખલ કરાવવામાં આવી હતી.

જેમાં કોર્ટે તેણીના પતિને ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. જોકે તેના દ્વારા તેમ કરવામાં આવતું ન હતું. આથી અરજદાર રેખાબેન વાલ્મીકી (રહે.લાખણી) એ લાખણી નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

અરજ સંદર્ભે અરજદારના વકીલ એન.એલ.કુમરેચાની દલીલોના કારણે તા.01 સપ્ટેમ્બર-2022ના રોજ આ કામના સામાવાળા નરેશભાઈ ચમનાજીએ ચડેલ 61 માસની ભરણપોષણની રકમ રૂ.1,22,000 પુરા રેખાબેનને ચૂકવી આપવામાં કરેલ કસૂર બદલ લાખણી કોર્ટ દ્વારા 1 વર્ષ અને 8 માસની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...