કાર્યવાહી કરવા માંગ:પાલનપુરથી મુન્દ્રા જઈ રહેલી ટ્રકમાંથી 20 કટ્ટાં મગફળીની ચોરી થતાં ચકચાર

લાખણી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના સુમારે રસ્સા અને તાડપત્રી તોડીને ચોરી કરવામાં આવતાં ટ્રક ચાલકોમાં ફફડાટ ,કાર્યવાહી કરવા માંગ

ડીસા થરાદ હાઇવે પર પસાર થઈ રહેલી મગફળી ભરેલી ચાલુ ટ્રકમાંથી અજાણ્યા શખ્સો દ્વારા 20 કટ્ટાં મગફળીની ચોરી કરવામાં આવતા ચકચાર બચવા પામી હતી. આગથળા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.આવા શખ્સો સામે કાર્યવાહી કરાય તેવી માંગ પ્રવર્તી રહી છે.

આ અંગે મળતી વિગત મુજબ સુઇગામ તાલુકાના માધપુરા (મસાલી)ના ટ્રક ચાલક ઈશ્વરભાઈ કરસનભાઈ પટેલ જીજે12 એયુ 8753 નંબરની ટ્રકમાં પાલનપુર થી સાગ્રોસણા મુકામે જાળેશ્વર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી મગફળીના કુલ 500 કટ્ટાં ભરીને રાત્રિના દસેક વાગ્યાના સુમારે ટ્રક લઈને ડીસા થી મુન્દ્રા જવા સારું લાખણી થઈને નીકળ્યા હતા. આ વખતે કાતરવા કેટલફીડ પાસે રાત્રિના આશરે એકાદ વાગ્યાના સુમારે ચા પાણી માટે ટ્રક ઉભી રાખીને ચેક કરતાં ગાડીના પાછળના ભાગે તપાસ કરતાં તાડપત્રી ફાટેલ જણાઈ આવી હતી. અને બાંધેલા રસ્સા પણ તુટેલા હતા. આથી તપાસ કરતાં તેમાંથી 20 બોરી કિંમત રૂપિયા 1,00,800 ની ચોરી થવા પામી હતી.જેને લઈ તેઓ ચોંકી ગયા હતા.

તેમણે ગાડીના માલિક તેમજ ચામુંડા રોડલાઇન્સ અને જાળેશ્વર એગ્રો ઇન્ડસ્ટ્રીઝના માલિકને ચોરી બાબતની જાણ કરી હતી. બધાએ સાથે મળીને આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આથી ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...