ચારને ઇજા:નાંદલા ગામમાં પિતરાઇ પાસે મજૂરીના પૈસા માગતા હુમલો

લાખણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ભાઈઓએ હુમલો કરતાં ત્રણ ચારને ઇજા

લાખણી નાંદલા ગામમાં ઇંટોની મજૂરીના પૈસા માંગવા બાબતે ઉશ્કેરાયેલા ત્રણ ભાઈઓએ આડેધડ હુમલો કરીને ત્રણ મહિલા અને એક વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. એક મહિલા અને પુરુષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાખણીના નાંદલા ગામના સંગીતાબેન પ્રવીણભાઈ ઠાકોર (ગદાણી) એ ગામના ગણપતજી મફાજી ઠાકોર, હાલાજી મફાજી ઠાકોર તથા અનુપજી મફાજી ઠાકોર શુક્રવારે રાત્રીના 10 વાગ્યાના સુમારે જમીને ઘરે બેઠા હતા.

આ સમયે તેમના જેઠ અમૃતભાઈ મેવાભાઈ ઠાકોર પિતરાઈ જેઠ ગણપતજી મફાજી ઠાકોરની ટ્રકમાં ઇંટો ઉતારવાની મજૂરીએ જતા હોઇ મજૂરીના 3000 રૂપિયા અમરતજી ગણપતજી પાસે માંગતા ગણપતજી તથા તેમના ભાઈ હાલાજી તથા અનુપજી ત્રણેય જણા ઘર આગળ આવ્યા હતા. અને અમરતજીને મારી પાસે શાના પૈસા માંગે છે તેમ કેમ હાલાજીએ અમરતજીને ધોકો ફટકાર્યો હતો.

છોડાવવા તેણી સાસુ રામુબેન સાથે જેઠાણી ચંચીબેન તથા સગાસંબંધીઓ વચ્ચે પડતા હાલાજી ધોકો તેણીના માથામાં અને ગણપતજીએ તેણીની સાસુના માથામાં ફટકાર્યો હતો. હોબાળો થતાં જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. 108 માં રામુબેન અને રમેશજી દલાજી ઠાકોરને સારવાર અર્થે ખસેડાયા હતા.આગથળા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...