અકસ્માત:કંબોઈમાં ડમ્પર-છકડા રિક્ષા વચ્ચે અકસ્માત રિક્ષા ચાલક સહિત બે મહિલાને ગંભીર ઈજા

શિહોરી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલોને સારવાર અર્થે શિહોરીની હોસ્પિટલ ખસેડાયા

કંબોઇના સી.એન.જી પંપ પાસે ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક સહીત બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખસેડાયા હતા. કંબોઇ ગામના સીએનજી પંપ પાસે શુક્રવારે સાંજે પાટણ તરફથી રેતી ભરવા જઈ રહેલ ડમ્પર નં.આર જે 27 જીસી 9823ના ચાલકે સામેથી આવી રહેલા છકડો રિક્ષા નં.જીજે 24 ડબ્લ્યુ 1677ને ટક્કર મારતા આગળનો ભાગનો ભુક્કો કરી દીધો હતો.

તેમજ ટક્કર વાગતા છકડો ચાલકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક શિહોરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો તેમજ બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક મહિલાનો પગ ભાગી ગયો હતો.મહિલાઓને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી.અકસ્માત કરી ડમ્પર ચાલક નાસી ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...