ગુંગળામણથી મોત:શિહોરીની હની હોસ્પિટલમાં આગમાં બીજા બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયુ

શિહોરી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ આગમાં ચાર દિવસના બાળકનું ગુંગળામણથી મોત થયુ હતું

કાંકરેજ તાલુકાના શિહોરીના બનાસ કોમ્પ્લેક્ષમાં આવેલી બાળકોની હની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ચાર દિવસના નવજાત બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું હતું, જે બાદ સારવાર લઇ રહેલ બીજા બાળકનું પણ મોત થતા શોકનો માહોલ છવાયો છે.

શિહોરી ચાર રસ્તા પર આવેલ બનાસ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલ ડો. કલ્યાણસિંહ સોઢાની બાળકોની હની હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલા આઇસીયુમાં ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા હતા જયારે શોર્ટ સર્કિટ થવાથી હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં બે દીકરીને આગમાંથી બચાવી સારવાર અર્થે ડીસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં બે બાળકો ગંભીર હાલતમાં હતા કુલદીપસિંહ ભારતસિંહના બાળકનું ડીસાની હોસ્પીટલમા મોત થયુ છે.

અન્ય સમાચારો પણ છે...