ધાનેરા વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ આમ ત્રિકોણીય જંગ જામ્યો હતો. જેમાં ભાજપમાં બળવો કરીને સર્વ સમાજની બેઠક કરીને અપક્ષમાં ઉમેદવાર કરનાર અપક્ષના ઉમેદવાર માવજીભાઇ દેસાઇનો 35696 મતોથી વિજય થયો હતો. ધાનેરામાં ભાજપમાં ભગવાનભાઇ પટેલ, કોંગ્રેસમાં નાથાભાઇ પટેલ અને અપક્ષમાં માવજીભાઇ દેસાઇ મેદાનમાં હતા. ત્યારે ચૌધરી અને પટેલ આમ બે ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસમાં હોવાથી પટેલ સમાજના મતો ડીવાઇડ થતાં અપક્ષ ઉમેદવાર મેદાનમાં મજબૂત બન્યા હતા.
તેમજ ધાનેરામાં પટેલ સામે તમામ જ્ઞાતિ આવી જતાં અપક્ષનું પલ્લું ભારે થયું હતું અને અંતે મત ગણતરીમાં અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને 96053 મતો મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલને 60357 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલને 38260 મતો મળ્યા હતા. નોટામાં 3811 સૌથી વધારે મતો પડ્યા હતા. જેથી અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ 35696 વિજય થતા તેમનું વિજય સરઘસ દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામથી નીકળી હતી અને પાંથાવાડા થઇને ધાનેરા પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ તમામ ઈત્તર સમાજમાં આનંદ છવાયો હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય ઉપર બન્ને ઉમેદવારો હાજર રહીને તમામ કાર્યકર્તાઓને આશ્વાસન પણ આપ્યું હતું અને પોતાની હારનું મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના અગ્રણીઓના ગામમાં જ મતો ના નીકળતા તે બાબતે પાલનપુર જિલ્લા ભાજપના કાર્યલય ખાતે તે બાબતે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું.
માવજી દેસાઇ 2017 માં ધાનેરામાં 2093 મતે હાર્યા હતા
માવજી દેસાઇ 2017માં ધાનેરામાં ભાજપ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 2093 મતોથી હાર્યા હતા. આમ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ટર્મમાં ભાજપ પાર્ટીના જ કાર્યકર્તા અને હોદ્દાદારોએ નિષ્કાળજી દાખવતાં હાર થઇ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.