ચકચાર:ધાનેરાના ગોલામાં રાજસ્થાનના ટેતોબની બે બહેનોનો કૂવામાં ઝંપલાવી આપઘાત

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાછીવાડ ગામે બન્ને સગા ભાઇઓ સાથે બંને બહેનોના લગ્ન થયા હતા

ધાનેરા તાલુકાના ગોલા ગામે એક ખેડૂતના અવાવરુ કૂવામાં ગુરૂવારે રાજસ્થાનના ટેતોબ ગામની બે સગી બહેનોએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યુ હતુ. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. પોલીસે બન્ને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ લાવ્યા હતા. રાજસ્થાનના ટેતોબ ગામના ભલાભાઇ લુહારની બે દીકરીઓ ગગીબેન અને કોનુબેન ને રાજસ્થાનના લાછીવાડ ગામે બન્ને સગા ભાઇઓને પરણાવી હતી.

પરંતુ ગુરુવારના સુમારે આ બન્ને બહેનો કોઇક અગમ્ય કારણોસર લાછીવાડ ગામે પોતાની સાસરીથી નિકળીને બાજુમાં આવેલ ધાનેરા તાલુકાના ગોલા ગામે આવી હતી. જ્યાં શંકરભાઇ રબારીના ખેતરમાં અવાવરુ કૂવામાં બન્ને બહેનોએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ ખેતર માલિકને થતાં આજુબાજુથી લોકોને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ બંનેને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ બન્ને યુવતીઓના પરિવારની તપાસ હાથ ધરીને તેમના સગા સબંધીઓને જાણ કરી હતી. દરમિયાન બન્ને બહેનોની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તેનું રહસ્ય અકબંધ
બંને બહેનોના લગ્ન એક જ ઘરમાં બે ભાઇઓ સાથે થયા હતા. જેઓ કયા કારણોસર ઘરેથી નીકળી બાજુના ગામમાં આવી કુવામાં પડી આપઘાત કર્યો તેને લઇને રહસ્યના તાણાવાણા સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...