આત્મહત્યા:સામરવાડાના બે મિત્રોએ ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવતાં ચકચાર

ધાનેરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને યુવકોએ કયા કારણોસર મોતને વહાલું કર્યુ તેને લઈ રહસ્ય અકબંધ

ધાનેરા તાલુકાના સામરવાડા ગામના બે યુવકોએ એક સાથે ટ્રેન નીચે પડતુ મુકીને જીવનનો અંત લાવતા સામરવાડા ગામ તેમજ દલિત સમાજમાં ભારે આઘાતની લાગણી જોવા મળી હતી. પરંતુ આ બન્ને યુવકોએ કયા કારણોસર મોતને વહાલું કર્યુ તે બાબતે કોઇ માહિતી મળવા પામી નથી. રવિવારે મોડી સાંજે ધાનેરાથી ભીલડી તરફના રેલ્વે ટ્રેક ઉપર સામરવાડા ગામની સીમમાં બે યુવકો ટ્રેનની અડફેટે અકસ્માત થયેલ લાશ મળી આવતા પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા આ બન્ને લાશને સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. અને બન્નેની ઓળખ કરતાં બન્ને યુવકો સામરવાડા ગામના પરસોતમભાઇ વિરમાભાઇ (ઉ.22) તથા હિતેષભાઇ નટવરભાઇ (ઉ.23) હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરીવારને જાણ કરી હતી.

ધાનેરા પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોધી લાશને પોસ્ટમોટમ માટે રાખવામાં આવતા સોમવારે સવારે ડોક્ટરો દ્વારા પોસ્ટમોટમ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનાની જાણને લઇને દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સરકારી હોસ્પીટલ ખાતે આવ્યા હતા અને પોસ્ટમોટમ થતાં બન્ને યુવકની લાશને અંતિમ વિધી માટે લઇ જવામાં આવી હતી.

આ ઘટનાને લઇને સમગ્ર દલિત સમાજમાં ભારે આઘાતની લાગણી જોવા મળી હતી અને લોકો સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતા. મરણજનારના કૌટુંબીઓ જોડે ચર્ચા કરતાં તેઓએ જણાવ્યું હતું કે પરસોતમ કડીયાકામ કરતો હતો, જ્યારે હિતેષ કરીયાણાની દુકાન ચલાવતો હતો. નોંધનીય છે કે ચાર મિત્રો હતા. જેમાંથી એક મિત્ર દાંતીવાડા કેનાલમાં પડીને મોતને વહાલુ કર્યુ હતુ અને હજુ તેને 20 દિવસ પણ થયા નથી. ત્યારે આ બન્ને યુવકોએ પણ ટ્રેન નીચે પડતુ મુકીને મોતને ભેટ્યા છે પરંતુ આ કેમ આત્મહત્યા કરી તે બાબતે કોઇ જાણકારી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...