બેદરકારી:ધાનેરા શિતલ શોપિંગ સેન્ટરની જર્જરિત ઇમારત હોનારત સર્જશે

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોપિંગ સેન્ટર ઉતારવા માટે કલેકટરનો આદેશ છતાં કાર્યવાહી નહીં

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શિતલ શોપિંગ સેન્ટર બનાવ્યાને વર્ષો વિતી જતાં આ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે અને અનેકવાર તેના ઉપરથી મલબો નીચે પડતો હોવાના બનાવો બની રહ્યા છે. તેમજ આ શોપિંગના દુકાન માલિકોને પાલિકા દ્વારા રીપેરીંગ કરવા કે પછી શોપિંગ તોડી નવું બનાવવા માટે નોટીસ આપવામાં આવી છે. તેમજ કલેકટર દ્વારા પણ આ શોપિંગ તાત્કાલિક ઉતારવા માટે કહેવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.

ધાનેરામાં વર્ષો પહેલા ત્રણ માળનું શિતલ શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ અને આ શોપિંગ સેન્ટરમાં 300 જેટલી દુકાનો આવેલ હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર રહે છે. પરંતુ આ બિલ્ડીંગ જુની થઇ હોવાના કારણે તેના ધાબા તેમજ સાઇડની દિવાલોના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે અને ત્રણેક મહીના અગાઉ પોપડા પડતા એક રાહદારીના માથામાં લાગતા તેને સારવાર માટે લઇ જવો પડ્યો હતો અને લોકોએ આ બિલ્ડીંગ બાબતે પાલિકાને પણ રજુઆતો કરી હતી.

પરંતુ પાલિકા દ્વારા આ બિલ્ડીંગના માલિક કે દુકાનદારોને પોતાની દુકાનો જુની હોવાથી તોડી પાડવા માટે નોટીસો પણ પાઠવવામાં આવી હોવા છતાં આ બિલ્ડીંગના દુકાનદારો દ્વારા રીપેરીંગ કે અન્ય કોઇ મરામત ન કરવામાં આવતા આ બિલ્ડીંગ ક્યારેક મોટી હોનારત સર્જે તેમ ઉભુ છે. ધાનેરામાં પણ આ બિલ્ડીંગના પાયામાં બે વખત પુરના પાણી આવી ચુક્યા છે અને આ શોપિંગ ક્યારેક પડશે ત્યારે મોટી જાનહાની સર્જેાશે.

ચિફ ઓફિસર રૂડાભાઇ રબારીએ જણાવ્યું હતું કે ‘મારા આવ્યા અગાઉ શિતલ શોપિંગના તમામ દુકાનદારોને નોટીસ આપી છે. તેમજ જર્જરીત હોવાના નોટીસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે તેમજ કલેકટર દ્વારા પણ ઉતારવા માટે કહેવામાં આવેલ છે અને આ બાબતે તાત્કાલિક ઉતારવા કહી દેવામાં આવ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...