અકસ્માત:લવારા ગામ નજીક ટ્રેકટરની ટક્કરથી કારનો ખુડદો બોલી ગયો,ચાલકને ઈજા

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

ધાનેરાના લવારા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર રવિવારે ટ્રેકટર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારતાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારનો ખુરદો બોલી ગયો હતો.

રવિવારે લાકડા ભરવા જઇ રહેલા ટ્રેકટર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને કાર ને ટક્કર મારતાં કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો પરંતુ તેમાં કાર ચાલક સિવાય અન્ય તમામ લોકોનો ચમત્કારીક બચાવ થતા પામ્યો હતો. જેમાં ધાખા ગામના શંકરભાઇ ઘસીયાને ગંભીર ઇજાઓ થતાં તેમને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ મોડે સુધી કોઇ ફરિયાદ થવા પામી નહતી.

અન્ય સમાચારો પણ છે...