પ્રથમ નંબરે થાવર મંડળી:બનાસ ડેરીમાં વર્ષે 2. 5 કરોડ કિલો દૂધ ભરાવી ધાનેરાની થાવર મંડળી જિલ્લામાં મોખરે રહી

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગાણાની મહિલાએ વર્ષે 1.10 કરોડનું દૂધ ભરાવી પ્રથમ

ધાનેરા તાલુકો પશુપાલન ઉપર નિર્ભર તાલુકો છે અને આ તાલુકો સૌથી વધારે દુધ ભરાવવામાં પણ પ્રથમ નંબરે આવે છે. વર્ષ 2021-2022 માં બનાસડેરીમાં સૌથી વધારે દુધ ભરાવવામાં ધાનેરા તાલુકાની થાવર દુધ મંડળી આવી હતી અને આ મંડળીએ એક વર્ષમાં 2,05,17,560 કિલો દુધ ભરાવીને સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે નગાણા ગામના નવલબેનએ 1.10 કરોડનું દુધ ભરાવી પ્રથમ નંબરે આવ્યા હતા.

બનાસડેરીમાં સૌથી વધારે દુધ આપનાર હોય તો તે ધાનેરા તાલુકો છે. ધાનેરા તાલુકાના થાવર ગામની દુધ મંડળી દ્વારા દર વર્ષે જીલ્લામાં સૌથી વધારે દુધ ભરાવવામાં પ્રથમ નંબરે આવે છે. આ વર્ષે બનાસડેરી દ્વારા સૌથી વધારે દુધ ભરાવનાર મંડળીઓની ટોપ ટેનની યાદી બનાવવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકાની થાવર ગામની દુધ મંડળી પ્રથમ ક્રમે આવી હતી.

જ્યારે ધાનેરાની અન્ય પાંચ મંડળીઓ પણ ટોપ ટેનમાં અવી હતી. હાલમાં ધાનેરા તાલુકામાં ખેડુતો પાણી પુરતા ન હોવાના કારણે પશુપાલન ઉપર નિર્ભર છે. જેથી બનાસડેરી આ પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. બનાસડેરીમાં સૌથી વધારે દુધ ભરાવનાર ગ્રાહક તરીકે વડગામ તાલુકાના નગાણા ગામના નવલબેન પ્રથમ નંબરે આવ્યા હતા અને તેઓએ વાર્ષિક 1.10 કરોડ રૂપિયાનું દુધ ભરાવીને પ્રથમ નંબર મેળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...