તસ્કરી:ધાનેરામાં દુકાનમાંથી તસ્કરો ઘઉંના 50 કટ્ટાની ઊઠાંતરી કરી પલાયન

ધાનેરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબિકા શોપીંગ સેન્ટરમાંથી બીજી દુકાનમાંથી કેટલી ચોરી થઈ તેજાણી શકાયું નથી,પોલીસે તપાસ હાથ ધરી

ધાનેરા શહેરમાં અંબિકા શોપીંગ સેન્ટરની બે દુકાનમાં રવિવારની રાત્રીના સમયે કોઈ શખસોએ તાળા તોડયા હતા અને તે અંગેની જાણ સોમવારે સવારે વેપારીઓને થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ બાબતે પોલીસ મથકે મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નહતી. ધાનેરા શહેરમાં આવેલ અંબિકા શોપીંગ સેન્ટરમાં આવેલી ભવાની ટ્રેડિંગ અને સામીજી કૃપા માર્કેટીંગ નામની દુકાનમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ બન્ને દુકાનોના તાળાં તોડી તસ્કરો ચોરી કરી ફરારથઇ ગયા હતા.

આ અંગેની જાણ સોમવારે સવારે વેપારીઓને થતાં તેઓ દુકાને દોડી આવ્યા હતા. જ્યારે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. ત્યારે ભવાની ટ્રેડિંગના માલિક ભવાનીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ‘પોતાની દુકાનના ગોડાઉનના તાળા તોડી તેમાંથી 50 કટ્ટા ઘઉંની ચોરી થવા પામી છે.’

જ્યારે બીજી સામીજી કૃપા માર્કેટીંગના માલિક વિપુલ ઠક્કરે જણા‌વ્યું હતું કે ‘પોલીસે અંદર જવાની ના પાડી છે એટલે દુકાનમાંથી કેટલો માલ ગયો તે હજુ જાણી શકાયું નથી.’ પોલીસ દ્વારા ચોરીનું પગેરું શોધ‌વા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોર્ડની મદદ લેવા માટે ઉપરી કચરી ખાતે જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, મોડી સાંજ સુધી આ બાબતે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...