માંગણી:ધાનેરાના વીડગામે પાંજરાપોળમાં 900 પશુના મોતની તપાસ કરવા મામલતદારને રજૂઆત

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓના મોત મુદ્દે ટ્રસ્ટીઓ દ્વારા પણ રાજીનામા આપી દેવામાં આવ્યા હતા

ધાનેરા તાલુકાના વીડ ગામે આવેલ જૈન પાંજરાપોળમાં એક જ મહિનામાં 900 જેટલા પશુઓના અચાનક મોત નિપજ્યા હોવાનું જાણવા મળતા ટ્રસ્ટીઓ દ્વારા પણ રાજીનામા આપી દેવામાં આવ્યા હતા તેમજ ધાનેરાના પશુ પ્રેમીઓ દ્વારા આ પાંજરાપોળમાં પશુઓના મોતની તપાસ કરવા માટે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ધાનેરાના જૈનો દ્વારા ધાનેરા તાલુકાના વીડ ગામે 500 વિઘા સરકાર પાસેથી જમીન લઇને પાંજરાપોળ બનાવવામાં આવેલ છે. અને જૈનો દ્વારા આ પાંજરાપોળ ચલાવવા માટે દર વર્ષે અઢળક દાન પણ આવે છે.

આ પાંજરાપોળમાં 1 ઓગષ્ટના રોજ 2020 પશુઓ હયાત હતા. અને ત્યાર પછી બે મહીનામાં 1000 પશુઓના મોત થયા હોવાના સમાચાર જીવદયા પ્રેમી ટ્રસ્ટીઓને મળતા તેમને રાજીનામા ધરી દીધા હતા. આ બાબતે તપાસ કરવા માટે પણ સ્પે.ટીમ રચવા માટે પણ સંસ્થાને ભલામણ કરી હતી અને પ્રમુખ દ્વારા આટલા પશુઓ મરવા છતાં કોઇ ટ્રસ્ટીને જાણ ન કરવામાં આવતા પ્રમુખના રાજીનામાની પણ માંગ કરી હતી.

ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકાના પશુ પ્રેમીઓ દ્વારા પણ આ પશુઓ મર્યા નથી પરંતુ બારોબાર વેચી દેવામાં આવ્યા છે અને તેની તપાસ કરવા માટે ધાનેરા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર તેમજ મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજુઆતો કરવામાં આવતા આ મામલો ગરમાયો છે. ટ્રસ્ટી પ્રકાશભાઇ ગાંધીએ કહ્યું કે કરોડો રૂપિયાનું ફંડ આવવા છતાં કેમ આટલા પશુઓ મર્યા તે એક મોટો પ્રશ્ન છે.

આ અંગે પશુપ્રેમી ધીરજભાઇ પરમારે જણાવ્યું હતું કે મેનેજર દ્વારા કોઇ સ્પષ્ટ આંકડો આપવામાં આવતો નથી કે કયા કારણોસર આ પશુઓના મોત થયા છે. માટે અમે આ ઘટનાની તપાસ કરવા માટે લેખિતમાં રજુઆતો કરવામાં આવી છે. જો આ બાબતે તપાસ કરવામાં નહી આવે તો જીવદયા પ્રેમીઓ ભેગા મળીને આંદોલન પણ કરીશું. મેનેજ ભોગીલાલ શાહર ઓગષ્ટ માસમાં માત્ર 87 પશુઓના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...