ધાનેરામાં એજ્યુફન ફાઉન્ડેશન સંચાલક પારસ સોનીએ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ત્રણ ત્રણ વખત ગર્ભપાત કરાવી દેતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ કરનાર પારસને ઝડપી લીધી હતી. ધાનેરામાં એજ્યુફન ફાઉન્ડેશન સંચાલક પારસ સોની સ્ત્રી શસક્તિકરણના નામે મહીલાઓ ને બોલાવી વિવિધ કાર્યક્રમો કરતો હતો તેમજ શાળા કોલેજમાં પણ આવા કાર્યક્રમ કરીને કોલેજની વિધાર્થીનીઓ સાથે મિત્રતા કેળવતો હતો.
ધાનેરાની એક યુવતીને ફસાવીને પોતાની પ્રા.શાળામાં આચાર્યની પદે બેસાડી તેની સાથે શારીરિક સબંધ માટે દબાણ કર્યું હતું જોકે યુવતીએ તેનો વિરોધ કરતી હોવાથી આ યુવતીને લગ્નની લાલચ આપી એક હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતુ . તેમજ તેના ઘર ઉપર ચાલતા ટ્યુશન ક્લાસમાં આ યુવતીને ટીચર બનાવી અનેકવાર ત્યાં દુષ્કર્મ આચરતો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતીના પિતાએ તેની સગાઇ કરેલ તે યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
અને થોડો સમય જતાં ફરીથી યુવતી સાથે સંપર્ક કરી પતિથી છૂટાછેડા માટે મજબુર કરતા પતિ સાથે છુટાછેડા લીધા હતા. અને પારસ સોનીએ આ યુવતીને વડોદરા,અમદાવાદ,ગાંધીનગર તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી ગાંધીનગર સેક્ટર 25માં રહેતા સગાને ત્યાં યુવતીને મુકી લગ્ન કરવાની ના પાડતા યુવતી ભાંગી પડી હતી, દરમિયાન પરીવારના લોકોએ પણ યુવતી માટે દરવાજા બંધ કરી દીધા હોવાથી આ યુવતીએ ફરિયાદ નોધાવતા પોલીસે પારસ વાસુદેવ સોની (મુળ. રહે વાલેત અને હાલ રહે. ધાનેરાને)ને ઝડપી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.