ધાનેરાની કારગીલ હોટલ પાસે શનિવારે સવારે લોકોની ભીડમાં એક યુવક દ્વારા બીજા યુવક ઉપર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાહેરમાં ચપ્પાના સાત જેટલા ઘા મારવામાં આવતા યુવક ઢળી પડ્યો હતો અને ત્યાં ઉભેલ લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. પરંતુ કેટલાક લોકોએ આ મારનાર યુવકને પકડી ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
ધાનેરામાં શનિવારે સવારના 11 વાગ્યાના સુમારે થરાદ ત્રણ રસ્તા પાસે આવેલ કારગીલ હોટલની બાજુમાં ધાનેરા તાલુકાના કુવારલા ગામના મસરુભાઇ ધરમાભાઇ રબારી (ઉં.વ.30) ઉભા હતા. ત્યારે રાજસ્થાનના સાંચોર તાલુકાના સરણાઉ સાંકડ ગામનો નિલારામ જવાનારામ રબારી (ઉં.વ 35) આવીને અચાનક લોકોની ભીડમાં મસરુભાઇને ચપ્પાના ઘા મારવા લાગ્યો અને જોતજોતામાં સાત જેટલા ઘા માર્યા હતા.
આ ઘટના જોઇને લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી પરંતુ કેટલાક લોકોએ આ મારવા આવેલ યુવકને પાછળથી પકડી મેથીપાક ચખાડ્યો હતો અને અડધા કલાકે આવેલ પોલીસને સુપરત કરાયો હતો.કોએ પોલીસ સામે બળાપો પણ વ્યક્ત કર્યો હતો.
આ હુમલા પાછળ પ્રેમપ્રકરણ ખુલ્યું
જે યુવકે ચપ્પાના ઘા માર્યા હતા તે નિલારામ રબારીને લોકોએ માર મારતા સારવાર માટે હોસ્પિટલ લવાયો હતો ત્યારે તે બિન્દાસ્ત હતો અને કહેતો હતો કે આ મસરુ તેમજ ભુવાજીએ મારુ ઘર ભાંગી નાખ્યું છે, મારા જીવનમાં અંધારુ કરવાવાળાને છોડીશ નહી અને મને મસરુ મરી જાય તો પણ અફસોસ નથી કેમ કે હું તેના ત્રાસથી કંટાળી ગયો હતો અને તેની સાથે એક ભુવાજી પણ છે મારી જીંદગી બગાડવામાં તેમ કહીને હોસ્પિટલની બહાર બિન્દાસ્ત લોકોને હાથ જોડતો આ આ આરોપી પોલીસ સાથે જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.