કરૂણાંતિકા:ધાનેરામાં 3 બહેનોનો લાડકવાયો રક્ષાબંધન પહેલાં જ મોતને ભેટતા માતમ છવાઈ ગયો

ધાનેરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 દિવસ પહેલા બાઇક સ્લિપ ખાતાં સારવાર દરમિયાન યુવકનું મોત

ધાનેરાના મોહનભાઇ જેસુંગભાઇ પટેલના પુત્રનો અકસ્માત 13 દિવસ પહેલા થવા પામ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન ગુરુવારે આ યુવકનું મોત નિપજતાં ધાનેરા ગામમાં ભારે શોક જોવા મળ્યો હતો અને એકના એક ભાઇને ખોઇ દેનાર ત્રણ બહેનોના વિલાપથી હાજર લોકોના દિલો પણ કંપી ઉઠ્યા હતા.જડીયા ગામના ચાર રસ્તા પાસે 20 જુલાઇના રોજ બાઇક નંબર જીજે-08-સીએલ-0799ના ચાલક દ્વારા બમ્પ ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાતાં ચાલક જયંતિભાઇ દેવાભાઇ પટેલને હેલમેટ હોવાથી બચાવ થયો હતો.

જ્યારે બાઇકની પાછળ બેઠેલા યુવક પ્રવિણભાઇ મોહનભાઇ પટેલ (રહે.ધાનેરા)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી તેને તાત્કાલિક ડીસા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ યુવકનું મોત થતાં તેના પરીવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. રક્ષાબંધનના આગળ જ ત્રણ બહેનોના એકના એક લાડકવાયા ભાઇનું મોતના સમાચાર જાણીને આ બહેનોના રૂદન અને સાથેના શબ્દો સાંભળીને લોકોના પણ હૈયા ભરાઇ આવ્યા હતા, બહેનોના કલ્પાંત સામે રડી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...