કાર્યવાહી:ધાનેરાના ફતેપુરામાં ખાણ ખનીજ ત્રાટક્યું: બે ટ્રેકટર, એક લોડર જપ્ત

ધાનેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો,વાહનો પોલીસને સુપરત કરાયા

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી સાદી માટી કાઢતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતા આ ટીમ દ્વારા બે ટ્રેકટરો તેમજ એક લોડર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ ઓવરલોડ ડમ્પરો રોયલ્ટી વગર બેફામ દોડતા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ખાનગી સર્વે નંબરમાંથી માટી ખોદકામ કરતા હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગ પાલનપુરને અપાતા પાલનપુર ખાણ ખનીજની ટીમ દ્વારા ફતેપુરા ગામે બાતમી આધારીત સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી.

જેમાં ખાનગી સર્વે નંબરમાંથી સાદી માટીનું ખોદકામ કરતા એક લોડર અને બે માટી ભરેલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા હતા અને આ ત્રણેય વાહનોને ધાનેરા પોલીસ મથકે લાવી પોલીસને સુપરત કરવામાં આવ્યા હતા. આ બાબતે ખાણ ખનીજના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘હાલમાં બે ટ્રેકટર અને એક લોડર પકડી પાડેલ છે. જેથી 22 લાખનો મુદ્દામાલ કબ્જે લીધેલ છે અને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.’

આ અંગે વિરમાભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે અધિકારીઓ માત્રને માત્ર ખેડૂતોને જ દંડે છે. ખેડુતો તબેલામાં નાંખવા સાદી માટી એટલે કે રેતી ઉપાડે તો પણ દંડવામાં આવે છે. જ્યારે વગર રોયલ્ટીએ ઓવરલોડ ડમ્પરો જાય છે તેમની સામે કોઇ કાર્યવાહી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...