ધાનેરામાં ભાજપના નારાજ માવજી દેસાઈના સમર્થનમાં વાલેરમાં સભા, યોજાઈ જેમાં અપક્ષમાં લડવા લોકોએ આહવાન કર્યું હતુ. ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ગત વખતના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈની ટિકિટ કપાઈ હતી અને ભાજપ દ્વારા ભગવાનભાઈ પટેલ ને ટિકિટ આપવામાં આવી હતી. જેથી કેટલીક સમાજના લોકોમાં નારાજગી વ્યાપી હતી.
સોમવારે મોડી સાંજે વાલેર ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરા વિધાનસભાના ના તમામ સમાજ ના લોકો એકત્ર થયા હતા અને ઇતર સમાજ માંથી અપક્ષ માં ઉમેદવારી કરવા માટે નિર્ધાર કર્યો હતો અને ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું હતું. જોકે માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે " હાલ મારે પાર્ટી જોડે વાટાઘાટો ચાલે છે બે દિવસમાં નિરાકરણ નહિ આવે તો આગામી સમય માં તમામ સમાજ ના અગ્રણીઓ ને બોલાવી ને ચૂંટણી લડવાની રણનીતિ બનાવશું હાલ શાંતિ રાખવા માટે આહ્વાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.