આયોજન:દીકરીઓને ચાંદ જેવી નહીં પણ સૂરજ જેવી બનાવો કે તેમની સામે કોઇ નજર ન કરી શકે

ધાનેરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો.રાજુલબેન દેસાઇએ કહ્યું
  • ધાનેરા ખાતે મહિલાઓની વિશાળ સંખ્યામાં નારી સંમેલન યોજાયું

ધાનેરા તાલુકાની મહિલાઓનું ધાનેરા ખાતે નારી સંમેલન રાખવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી અને મહિલાઓના વિકાસ તેમજ તેમને પગભર થવા માટે સરકાર દ્વારા આપવામાં આવતા લાભો બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી તેમજ આજના આ સોસ્પયલ મિડેયા યુગમાં દિકરીઓને કેવી સમજણ આપવી તેમજ આરોગ્ય બાબતે પણ લેવી કાળજી રાખવી તે મામતે જાણકારી આપી હતી.

ગુજરાત સરકાર દ્વારા એક અઠવાડીયુ મહિલાઓ માટે ઉજવવામાં આવી રહ્યુ છે ત્યારે ગુજરાત રાજ્ય મહીલા આયોહ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધાનેરા તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અને આ પ્રસંગે ડો. સોનાલીબેન પટેલ દ્વારા મહીલાઓ ને થતા રોગો તેમજ મહિલાઓને રાખવાની સાવચેરી બાબતે જાણકારી આપી હતી તેમજ પૂર્વ રાષ્ટ્રીય મહીલા આયોગના ડો. રાજુલબેન દેસાઇ દ્વારા આ મહીલાઓને સંબોધતા જણાવેલ કે મહિલા સંમેલનમાં આવેલ મહીલાઓ જે છે તે ખરેખર રાષ્ટ્રને મજબુત કરવા માટૅ આવેલ છે તે સાબિત થાય છે. આપણી દિકરીઓને ચાંદ જેવી નથી બનાવવાની પરંતુ તેને સુરજ જેવી બનાવવાની છે કે જેના તેજ થી તેની સામે જોવાની કોઇની હિમ્મત ન થાય અને આ રાષ્ટને મજબુત બનાવવા માટૅ મહિલાઓનો જ ફાળો છે અને હજુ પણ આપવાનો છે.

​​​​​​​વધુમાં તેઓએ મહિલાઓને પડતી મુસ્કેલીઓ બાબતે પણ તેમની ફરીયાદ લેવા માટે પોલીસ મક્કમ છે. માટે આપણે કોઇના દબાણમાં રહેવાની જરુર નથી તેમજ સરકાર દ્વારા મહિલાઓ માટે અનેલ યોજનાઓ બનાવવામાં આવેલ છે તેની પણ જાણકારી આપી હતી. અા પ્રસંગે મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલબેન દેસાઇ, જીલ્લા ઉપપ્રમુખ આશાબેન પટેલ, ડો. સોનાલી પટેલ, ગોદાવરીબેન પંચાલ, જ્યોત્સનાબેન ત્રિવેદી, વસંતભાઇ પુરોહિત, તા.વિ.અધિકારી રાજેશ ધનગર, તા.શિક્ષણાધિકારી આર.વી બોચીય તેમજ મોટી સંખ્યામાં મહીલા આગેવાનો અને ગામડાઓમાંથી મહિલાઓ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...