આક્રોશ:ધાનેરાના હડતામાં ખુલ્લામાં લમ્પીથી મૃત્યુ પામેલા પશુઓ નાખી દેવાતાં રોષ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી કરવા મામલતદારે સરપંચને અલ્ટિમેટમ આપ્યું

ધાનેરા તાલુકાના હડતા ગામમાં લમ્પીમાં મરેલ પશુઓને હડતા ગામની શાળાની નજીકમાં લાવી ત્યાં ખડકલો કરતા હોવા બાબતે તેમજ ખુલ્લામાં લમ્પીવાળા પશુઓ નાખતા રોકવા ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરી હતી. જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને શનિવારે તંત્ર દ્વારા મુલાકાત લઇને મરેલા પશુઓ નાંખનાર સામે કાર્યવાહી કરવા સરપંચને સુચના આપી હતી.

ધાનેરા તાલુકાના હડતા ગામે પ્રાથમિક શાળાની નજીકમાં કેટલાક શખ્સો દ્વારા આવા લમ્પી રોગમાં મરેલા પશુઓના સબને લાવીને ઢગલો કરતા હોવાથી શાળાની આજુબાજુ ભારે દુર્ગંધ મારતી હોવાથી આ મરેલ પશુઓ લાવી ઢગલો કરનાર શખ્સને જાણ કરવા છતાં તે હટાવતો ન હોવાથી ગ્રામજનો દ્વારા આ મરેલા પશુઓને હટાવવા માટે ધાનેરા મામલતદારને શક્રવારે આવેદનપત્ર આપ્યું હતું.

ત્યારે શનિવારે ધાનેરા મામલતદારની ટીમ, તાલુકા વિકાસ અધિકારી રાજેશ ધનગર તથા સાથે આરોગ્યની ટીમ અને પશુપાલન ખાતાની ટીમ પણ જોડાઇ હતી અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ મરેલા પશુઓ હટાવવા માટે પણ પંચાયતને તકીદ કરી હતી. અને જો ના હટાવે તો પોલીસ કાર્યવાહી કરવાની પણ સલાહ આપી હતી. જેથી ગ્રામજનોમાં થોડો સંતોષ જોવા મળ્યો હતો. પરંતુ જો બે દિવસમાં આ નહીં હટાવાય તો ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં મક્કમતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...