પરંપરા:ધાનેરાના ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા ઉપર વર્ષોથી પ્રતિબંધ, યુવકો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે

ધાનેરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક સમાજના ગ્રામજનો ભેગા મળી ગાયોની સેવા કરે છે

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને જે કોઇ પતંગ ચડાવે તો તેના ઉપર દંડની પણ જોગવાઇ રાખવામાં આવી હોવાથી આ ગામમાં કોઇ પતંગ ચડાવતું નથી. યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં લોકો પતંગથી દૂર રહી ઉત્તરાયણની ઉજવણી માટેની અનોખી રાહ બતાવે છે. ગામના યુવાનો પતંગ છોડી ક્રિકેટ રમે છે તો ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.

ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપી છે. ગામના વડીલો જણાવે છે કે 1996માં ધાનેરામાં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. એ સિવાય અનેક યુવકોને દોરીથી ઈજા થયાના તેમજ અનેક પક્ષીઓ દોરીથી વિંધાઈને મૃત્યુ પામ્યાના સમાચાર મળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...