સંઘર્ષ:ધાનેરાના ચારડામાં દાદી અને માતાએ સંઘર્ષ કરી સંતાનોને નોકરીએ ચઢાવ્યા

ધાનેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક નાયર મામલતદાર,પોલીસ અને ત્રીજો સેનામાં ફરજ બજાવે છે

ચારડા ગામે રાઠોડ પરિવારમાં એક સાથે બે માતાઓએ પોતાનું જીવન પરિવારના બાળકોને સમર્પિત કરી પેટે પાટા બાંધી પિતા વિનાના ત્રણ દીકરા ઉચ્ચ શિક્ષણ અપાવી સરકારી નોકરી લગાવ્યા છે.જેમાં એક નાયબ મામલતદાર તરીકે,બીજો જેલ સિપાહી અને ત્રીજો સેનામાં ફરજ બજાવી રહ્યો છે.

ધાનેરાના ચારડા ગામે રહેતા પંખુબેન રાઠોડ શ્રત્રિય પરિવારમાંથી આવે છે. એક સામાન્ય મહિલા તરીકે દેખાતા પંખુબેનનું જીવન સઘર્ષભર્યું રહ્યું છે. પખુંબેન રાઠોડના પતિનું નિધન વર્ષ 2002 માં થયું હતું. પંખુબેનને ચાર સંતાનો હતા.

જેમાં ત્રણ દીકરા અને એક દીકરી હતી.પરિવારના મોભીનું નિધન નાની ઉંમરે થતા બાળકોની જવાબદારી આવી પડી હતી. જો કે માતા પખુંબેને મક્કમતાપૂર્વક આવનારા સમયને પડકાર્યો હતો અને બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે દિવસ-રાત મહેનત-મજૂરી કરી બાળકોનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું. પશુપાલનનો વ્યવસાય કરી ત્રણે બાળકોને ભણાવ્યા અને આખરે એક માતાએ જોયેલું સપનું પરીપૂર્ણ થયું છે.

ત્રણેય દીકરા જુદા જુદા વિભાગમાં નોકરી કરે છે
1. ઘરના સૌથી મોટા દીકરા શેરસિંહ રાઠોડ નડિયાદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. 2. બીજા નંબરે મથુરસિંહ રાઠોડ જેલ સિપાઈ તરીકે બનાસકાંઠા જિલ્લાની સબ જેલમાં ફરજ નિભાવી રહ્યા છે. 3. સૌથી નાનો દીકરો ઈશ્વરસિંહ રાઠોડ સેનામાં દેશની રક્ષા કરી રહ્યા છે.

સાસુએ માતા બની મને સાથ આપ્યો છે
‘મારા સાસુ તુલસીબેન રાઠોડએ સાસુ નહીં પરંતુ માતા બની જીવનના દરેક વળાંક પર મને સાથ આપ્યો છે. જેના થકી આજે હું એક શ્રેષ્ઠ માતા તરીકે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે સફળ બની છું.-પંખુબેન રાઠોડ

અન્ય સમાચારો પણ છે...