રોષ:ધાનેરાની આલવાડા ગોળીયામાં પ્રાથમિક શાળામાં 3 વર્ષથી શિક્ષક ન આવતાં રોષ

પાલનપુર\ધાનેરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા શિક્ષક આપોની માંગ સાથે ગામલોકો કલેકટર કચેરીએ આવી રજૂઆત કરી
  • જીપીએસસી માટે જિલ્લાથી ઓર્ડર લાવીને શિક્ષક ત્યાં કામગીરી માટે રોકાયેલા છે

ધાનેરાની આલવાડાગોળીયામાં શા.માં 3 વર્ષથી શિક્ષક આવ્યા નથી. ધો. 1થી 8 શાળામાં શિક્ષકને જિલ્લામાં મૂક્યાછે. જેથી 8 શિક્ષકો પૈકી 7 શિક્ષકો છે. ખાલી જગ્યાએ નવો શિક્ષક આપોની માંગ સાથે લોકો કલેકટર કચેરી દોડી આવ્યા હતા.

આલવાડા ગામના લોકોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા સાહિલભાઈ ઘણા સમયથી કોરોના કાળથી અમારી શાળામાં હાજર થયેલ નથી .તો બાળકોના શિક્ષણ નું શું? તેના બદલામાં અમારી શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોઇ શિક્ષક મૂક્યા નથી.

શિક્ષક કોરોના પહેલા પણ કામગીરીમાં જિલ્લામાં કામગીરી કરતા હતા . શિક્ષક પગાર ગોળીયા શાળામાં ઉધારે છે અને કામગીરી જિલ્લામાં. આની પૂરી તપાસ કરવામાં આવે. આ શિક્ષક કેટલા વર્ષથી આવી રીતે બાળકોનું શિક્ષણ બગાડી રહ્યા છે. શિક્ષક ગ્રામપંચાયતના કામો અન્ય કોન્ટ્રાક્ટરોના નામે કન્સ્ટ્રકશનના કામો કરે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે​​​​​​​.

આ શિક્ષક જિલ્લા પંચાયત કયેરી એથી અન્ય શિક્ષકોની કામગીરી માટે અન્ય શાળાઓમાં મુકવા માટે ગોઠવણી કરતો હોય છે. કલેકટરના નેતૃત્વ નીચે એક કમિટીની ગઠિત રચના કરવામાં આવે અને સંપૂર્ણ પણે તપાસ થવી જોઈએ.

જીપીએસસી માટે જિલ્લામાં મુકેલા છે
ગ્રામજનો ની રજૂઆત આવી હતી પરંતુ તેઓ જીપીએસસી માટે જિલ્લાથી ઓર્ડર લાવીને ત્યાં જ કામગીરી માટે રોકાયેલા છે. અગાઉ થોડા દિવસ માટે આવ્યા હતા પરંતુ ફરી ઓર્ડર કરાવીને જિલ્લાની કામગીરી માટે કાર્યરત છે. > શૈલેષભાઈ ગુર્જર આચાર્ય ગોળિયા પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...