રજુઆત:ધાનેરામાં જૈનસમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્રપાઠવાયું

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણામાં અઘટીત કૃત્ય સામે ધાનેરાનો જૈન સમાજ સંગઠિત બન્યો

ઝારખંડમાં આવેલાં 20 જૈન તીર્થંકર અને અનંત સાધુઓના મોક્ષસ્થળ એવા સમ્મેદ શિખરજી પારસનાથ પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાતાં તથા પાલિતાણામાં અસામાજીક તત્વોના આતંકના વિરોધમાં મંગળવારે ધાનેરામાં સમસ્ત જૈન બંધુઓએ વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ઝારખંડમાં આવેલાં સમ્મેદ શિખરજી તીર્થસ્થાનને સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં આવેલાં જૈન સમાજની આસ્થાના પ્રતિક સમાન પાલિતાણામાં અસામાજીક તત્વોનો આતંક વધી રહયો છે.અને તારીખ 26મી નવેમ્બરના રોજ શંત્રુજ્ય ગિરિરાજ (પાલિતાણા)ની તળેટીમાં અસામાજીક તત્વોએ આદિનાથ દાદાના પગલાંઓ ખંડિત કરી નાંખ્યા હતાં તેમજ પર્વત પર તોડફોડ કરી હતી. પાલિતાણામાં કેટલાક તત્વોએ જૈન સાધુ-સાધ્વીઓ તથા અનુયાયીઓમાં ભારે દહેશત ફેલાવી દીધી છે.

સરકાર આવા ગુંડાઓ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માગ સાથે ધાનેરાના સમસ્ત જૈન સમાજ દ્વારા મંગળવારે વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં આગેવાનો અને જૈન શ્રેષ્ઠીઓ અને મહીલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. યાત્રિકોને બાનમાં લેતાં તત્ત્વો, ગેરકાયદે ખનન, દારૂના અડ્ડા અને મના રાઠોડ સામે પગલાં ભરવા માટે નાયબ કલેકટરને આવેન આપવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...