મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે ધાનેરા ખાતે આવેલ રાજમંદિર થિએટરમાં તેમની બેઠક રાખવામાં આવતા આ શોપિંગની તમામ દુકાનો ધાનેરા પોલીસ દ્વારા સવારથી જ બંધ કરાવી દેવામાં આવી હતી. અને બપોરે બે વાગ્યાથી ટ્રાફિક રોકવામાં આવતા વાહન ચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માત્ર 45 મીનીટ ધાનેરા ખાતે રોકાયા હતા અને ભાજપના અગ્રણીઓ તેમજ હોદેદારો સાથે બેઠક કરી હતી અને તે બેઠક પતાવીને ફરીથી તેઓ કાંકરેજ તાલુકાના કાકર ખાતે કાર્યક્રમમાં રવાના થયા હતા. મુખ્ય હાઇવે ઉપરથી બજાર જતા ટ્રાફિક તેમજ હાઇવેના ટ્રાફિકને ડાયવર્ડ ન કરવામાં આવતા વાહન ચાલકોને એકાદ કલાક આવી કાળઝાળ 45 ડીગ્રી ગરમીમાં શેકાવું પડ્યું હતું.
તેમજ મળતી માહિતી મુજમ બસમાં બેઠેલા મુસાફરોને ગરમીમાં અકળામણ થતાં બે બાળકોને ગરમીમાં તકલીફ ઉભી થતાં તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા. માત્ર 45 મિનીટમાં કેટલાય લોકોને ટ્રાફિક અવ્યવસ્થાના કારણે ગરમીનો ભોગ બનવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.