તોડફોડ:ધાનેરામાં પેટ્રોલ પંપ પાસે ચાની કિટલી પર શખ્સોએ તોડફોડ કરી

ધાનેરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસામાજીક તત્વો તોડફોડ કરતા સીસીટીવીમાં કેદ થયા

ધાનેરામાં બુધવારની રાત્રે ઇન્ડીયન પેટ્રોલ પંપ પાસે આવેલ ચાની કિટલી ઉપર શખ્સો દ્વારા તોડફોડ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. જે બાબતે દુકાનદારે પોલીસ મથકે ફરિયાદ આપવા જતાં ફરિયાદીને ધમકાવ્યા હોવાની રાવ ઊઠી હતી.

ધાનેરામાં ચારેક દિવસ પહેલા એક આઇ.સી.યુ. માં કામ કરનાર કર્મચારી ઉપર લુખ્ખાઓ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને મુઢમાર મારવામાં આવતા તે પોલીસ મથકે ફરિયાદ આપવા માટે ગયો હતો. ત્યારે પોલીસે ફરિયાદ લેવાના બદલે અરજી લેવામાં આવેલ અને ત્રણેક દિવસ પછી ફરિયાદીને બોલાવી તેની સામે પણ ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકીઓ આપીને સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું. જ્યારે બુધવારની રાત્રે ઇન્ડીયન પેટ્રોલ પંપ પાસે આવેલ ચાની કિટલી ઉપર લુખ્ખા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

અસામાજીક તત્વો દ્વારા દુકાનમાં તોડફોડ કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા.પોલીસે ફરિયાદના બદલે અરજી લેવામાં આવી હતી અને તેને પણ સમાધાન માટે કહેવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.આ અંગે કાન્તીભાઇ માળીએ જણાવ્યું હતુ કે દુકાન રાત્રે વધાવી રહ્યો હતો ત્યારે ત્રણેક અસામાજીક તત્વો આવ્યા હતા અને સામાન ઉધારમાં માંગતા આપવાની ના પાડી હતી. એટલે તે જઇને બીજા ત્રણ-ચાર લોકોને લઇ લાકડી સાથે આવ્યા હતા અને આવતાની સાથે તોડફોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...