અકસ્માત:ધાનેરામાં જીપની બ્રેક ફેલ થતાં રિક્ષાને ટક્કર મારી દુકાનમાં ઘૂસી ખાટલા તોડ્યા,7 ને ઈજા

ધાનેરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા,ફરિયાદ નોંધવા તજવીજ

ધાનેરામાં જીપની બ્રેક ફેલ થતાં રિક્ષાને ટક્કર મારી દુકાનમાં ઘૂસી ખાટલા તોડ્યા હતા.જેમાં રિક્ષામાં બેઠેલા 7 ને ઈજા પહોંચી હતી. ધાનેરા તાલુકાના રૂણી ગામના ગોકળાભાઈ જોઇતાભાઇ પટેલ જીપ લઈને ધાનેરા મોટરનો પંપ લેવા નીકળેલા હતા તે દરમિયાન રેલ્વે પુલ ઉપર અચાનક બ્રેક ફેલ થતા આગળ જતી રિક્ષા તથા અન્ય ગાડી તથા વેપારીની દુકાનના ખાટલા ઉપર ચડી જતા નુકસાન થયું હતું. રિક્ષામાં બેઠેલા લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

વક્તાભાઈ રખાભાઈ પટેલ (રહે.નાનુડા), વિક્રમભાઈ મગનભાઈ ગલચર, રમીલાબેન બગદાજી સોલંકી, કુસપારસભાઈ, કાનુબેન કરસનભાઈ પોસળ, મેતિબેન વરધાભાઈ પોસળ,આબિરભાઇ મીરને ઈજાઓ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...