ધાનેરાના ધાખા ગામે ટ્રેકટરમાં થયેલ ઠગાઇ બાબતે ધાનેરા કોર્ટમાં ફરીયાદ આપતાં કોર્ટે પોલીસને ચાર શખસો સામે ફરીયાદ લેવાનો હુકમ કરતાં ધાનેરા પોલીસે ચાર શખસો સામે ઠગાઇની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના ધાખા ગામના રમેશભાઇ કાનજીભાઇ પટેલ પાંથાવાડામાં ટ્રેકટરના શોરૂમે ટ્રેકટર લેવા ગયા ત્યારે ત્યાં હાજર રહેલા રાકેશભાઇ ચૌધરી તથા નરેન્દ્રસિંહ દેવડાએ જણાવ્યું હતું કે ‘ધાખા ગામના કેવાભાઇ દેવદાનભાઇએ આ ટ્રેકટર રાખેલ હતું તેના ડાઉન પેમેન્ટ પેટે રૂ.3.90 લાખ આપ્યા હતા.
પરંતુ તેમની લોન થયેલ ન હોવાથી અમે પરત લાવેલ છે અને રીસેલ કરવાનું છે. જેથી સપ્ટેબર 2020 માં લોડર સાથેનું એક પરત ખેંચેલ ટ્રેકટર પાંથાવાડાની એજન્સીવાળા પાસેથી રૂ.12.50 લાખમાં રાખ્યું હતું અને તેમાં 3 લાખ રોકડા અને 9.50 લાખની લોન કરવામાં આવી હતી. અને તે લોનનો 58275 નો એક હપ્તો પણ રમેશભાઇએ ભર્યો હતો. તે વખતે પોતાના ગામના કેવાભાઇ પટેલ પોતાના ખેતરમાં આ ટ્રેકટર અને લોડર લઇ જતા હતા અને તેનું ભાડું પણ આપી જતા હતા.
જેથી વિશ્વાસ બેઠો હતો. જો તમારે ટ્રેકટર મુકવું હોય તો દિવસના 2500 રૂપિયા આપશે. જેથી રમેશભાઇએ કેવાભાઇને આ ટ્રેકટર આપ્યું અને એક મહીનો પુરો થતાં ટ્રેકટર લેવા ગયા ત્યારે ચારે લોકોએ જણાવ્યું હતું કે શાનું ટ્રેકટર અને શાની વાત આવું કહેતાં રમેશભાઇ પ્રજાપતિએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી અને હાઇકોર્ટમાં આ અરજી ચાલતા હાઇકોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરાયો હતો. જેથી ધાનેરા પોલીસ મથકે કેવાભાઇ દેવદાનભાઇ પટેલ (રહે.ધાખા), રાકેશભાઇ ચૌધરી (જહોન ડીયર એજન્સી-પાંથાવાડા ), નરેન્દ્રસિંગ દેવડા (જહોન ડીયર એજન્સી-પાંથાવાડ) અને મહેન્દ્રભાઇ પ્રજાપતિ (જહોન ડીયર એજન્સી-પાંથાવાડા) સામે ફરિયાદ નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.