અકસ્માત:ધાનેરામાં બાઇક ઉછળતાં મહિલા પટકાતાં ટ્રકનું ટાયર માથા ઉપર ફરી વળતાં મોત

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે પુલ ઉપર પડેલા ખાડામાં બાઈક પડતાં અકસ્માત સર્જાયો
  • ભત્રીજા સાથે મહિલા બાઇક ઉપર પિતાના ઘરે સામરવાડા જતા હતા

ધાનેરાથી ડીસા તરફ જવાના રસ્તે ગુરૂવારે ભત્રીજો અને ફોઇ રેલ્વે પુલ ઉપર બાઇક ગુરુવારે બપોરે પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પડેલા ખાડામાં બાઇક ઉછળતા બાઇક પાછળ બેઠેલ મહિલા રોડ ઉપર પટકાતાં પાછળ આવતા હાઇવા ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ધાનેરાથી ડીસા તરફ જવાના માર્ગે રેલવે પુલ ઉપર ગુરુવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક નંબર જીજે-08-સીએલ-1403 ઉપર મુકેશભાઇ ેજેતાભાઇ પટેલ અને તેમની ફોઇ ત્રીજાબેન ગજાભાઇ પટેલ (ઉં.વ.42) ધાનેરા તરફથી સામરવાડા ગામે જઇ રહ્યા હતા.

ત્યારે રેલ્વે પુલ ઉપર અચાનક ખાડામાં બાઇક ઉછળતા સાઇડમાં જતા ટ્રેકટરની પાછળ અડી જતાં ત્રીજાબેન નીચે પડી જતાં પાછળ આવી રહેલ હાઇવા ટ્રકના ટાયર નીચે ત્રીજાબેનનું માથું આવી ગયું હતું. જેથી ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઇને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સામરવાડાના માસુંગભાઇ ઉમાભાઇ ખરણે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પિતાના ઘરે પહોંચે તે પહેલા કાળ ભેટી ગયો
ત્રીજાબેન પોતાના ભત્રીજાના બાઇક ઉપર બેસીને પિતાના ઘરે સામરવાડા જઇ રહ્યા હતા. જોકે પિતાના ઘરે પહોંચે તે પહેલા કાળા તેમને ભરખી ગયો હતો. આ ઘટના જોતા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. જાણવા મળેલ માહિતી મુજબ આ મહિલાના પતિ વિવેકાનંદ સ્કુલ જડીયા ખાતે ફરજ બજાવતા હતા.મૃતક ત્રીજાબેન ગજાભાઇ પટેલને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ત્રણેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નબળી કામગીરીએ મહિલાનો ભોગ લીધો
આ નેશનલ હાઇવેની નબળી કામગીરીના લીધે આ મહિલાનો ભોગ લેવાયો છે અને આ બન્ને સાઇડના ખાડાઓ હજુ પણ કોઇનો ભોગ લે તે પહેલા ડામરથી પુરવામાં આવે તે જરૂરી છે.> કાનજીભાઇ પટેલ (જાગૃત નાગરીક)

અન્ય સમાચારો પણ છે...